Page Views: 5576

બપોર સુધીમાં સુરતમાં કોરોનાના 131 કેસ નોંધાયા

સુરત શહેર જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 13,511

સુરત-31-4-2020

 સુરતïમાં કોરોના પોઝિટિવ દદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.   આજે શુક્રવારના રોજ પણ સુરત શહેર જિલ્લામાં વધુ ૧૩૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં સુરત શહેરમાં ૯૧ અને ગ્રામ્યમાં ૪૧ કેસનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં સુરતમાં પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૩ હજારને પાર કરી ૧૩,૫૧૧ ઉપર પોહચી  ગઈ છે.  અને અત્યાર સુધીમાં કોરોનાને કારણે 586 દર્દીઓના મોત થયા છે.

કોરોના નું સંક્રમણ સુરતમાં સતત વધી રહ્નાં છે. ગુજરાતમાં હાલમાં સુરત કોરોના હોટપોસ્ટ બન્યું છેસુરતમાં  કોરોના તબક્કાવાર કરીને શહેરના તમામ ઝોનને પોતાના સંકજામાં લઈ રહ્ના છે. સુરતમાં જે રીતે કોરોના સંકમીતની સંખ્યામાં વધારો થઈ રહયો છે જેને પગલે તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. રોજના થોકબંધ કેસ સપાટી પર આવી રહ્ના છે તો સાથે સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓન મોતની સંખ્યામાં પણ ચિંતાનજક રીતે વધી રહી છે. તંત્રના તમામ પ્રયાસો વચ્ચે પણ ગઈકાલ સુધીમાં સુરતમાં કોરોનાના સુરત શહેરમાં  ૧૦,૭૫૭અને ગ્રામ્યમાં ૨૬૨૨ કેસ નોîધાયા હતા જયારે આજે સવારે સુરત સીટીમાં ૯૧ અને ગ્રામ્યમાં ૪૧ કેસ નોîધાયા છે. સુરતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૩,૫૧૧ ઉપર પહોચી છે જેમાં સુરત શહેરમાં ૧૦,૮૪૮અને ગ્રામ્યમા ૨૬૬૩ થઈ છે. સુરતમાં કુલ ૫૮૬ દર્દીઓ ના મોત થયા છે તો  ૯૧૩૬ દર્દીઓ  સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.