Page Views: 11393

ચેમ્બર ઓફ કોમર્સના કાર્યવાહક પ્રમુખ તરીકે દિનેશ નાવડિયાએ ચાર્જ સંભાળ્યો

કોરોનાની સ્થિતિમાં ધંધા રોજગાર પર થયેલી માઠી અસર અંગે અસર કારક પગલા લેવાશે- દિનેશ નાવડિયા

સુરત : 3-72020

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ગુરૂવાર, તા. ૩૦ જુલાઇ, ર૦ર૦ના રોજ ઝુમ પર મળેલી મેનેજિંગ કમિટીની ૧૧મી મિટીંગમાં સંસ્થાના વર્તમાન પ્રમુખ શ્રી કેતન દેસાઇએ એક મહિનાની રજા મૂકી હોઇ ચેમ્બરના ઉપપ્રમુખ તેમજ જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ગુજરાત રિજીયનના વર્તમાન ચેરમેન દિનેશ નાવડિયાની કાર્યવાહક પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

દિનેશ નાવડિયાએ સભ્યોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ સમયગાળામાં કોવિડ મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ધંધા અને ઉદ્યોગોને જે માઠી અસર પહોંચી છે તે સંદર્ભે સઘન પગલા લેવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગુજરાત સરકાર, અન્ય સક્ષમ સંસ્થાઓ અને કેન્દ્ર સરકાર સમક્ષ વિવિધ પ્રશ્નો પરત્વે વિસ્તૃત રજૂઆત કરવામાં આવશે અને તે આ સમયગાળાની સૌથી મોટી જરૂરિયાત બની રહેશે. વર્તમાન પ્રમુખ

 કેતન દેસાઇ અને તેમની ટીમ દ્વારા આદરવામાં આવેલી પ્રવૃત્તિઓની તેમણે પ્રશંસા કરી હતી તેમજ ચેમ્બરના તમામ સભ્યોને ધંધા અને ઉદ્યોગના પ્રશ્નો તેમજ સમસ્યાઓ સંદર્ભે જે રજૂઆત કરવી હશે તેના માટે ખુલ્લા દિલે ચર્ચામાં જોડાવવા માટેનું આમંત્રણ પાઠવ્યું હતું.