Page Views: 5649

સુરતમાં આજે પણ કોરોનાના 271 કેસ અને દસના મોત

સુરતની સ્થિતિ ડરામણી છતા લોક ડાઉન થ્રી ની છૂટ વધારે ભયંકર સ્થિતિ ઉભી કરશે એવી દહેશત

સુરત-30-7-2020

લોક ડાઉનમાં છૂટ આપવામાં આવ્યા બાદ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો બોમ્બ ફુટ્યો હોય એવી હાલત છે. દર રોજ સરેરાશ દસથી પંદર વ્યક્તિ કોરોનાના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે અને સરેરાશ 250થી 300 કેસ નોંધાઇ રહ્યા છે. આવા સંજોગોમાં 1લી ઓગસ્ટથી લોક ડાઉનમાં વધારાની છુટ આપવામાં આવી છે અને તેના કારણે હાલની જે સુરત શહેર જિલ્લાની સ્થિતિ છે તેના કરતા પણ ભયંકર સ્થિતિ ઉભી થશે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. લોક ડાઉનની છૂટ વચ્ચે પણ આજે સુરત શહેરમાં કોરોનાના નવા 217 દર્દીઓ નોંધાયા છે અને સુરત જિલ્લામાં કોરોનાના નવા 54 કેસ નોંધાયા છે. કોરોનાને કારણે સુરતમાં વધુ દસ વ્યક્તિના મોત થવા સાથે કોરોનાથી મોતને ભેટનારા દર્દીઓની સંખ્યા 586 થઇ ગઇ છે. આજે સુરત શહેરમાં 194 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને જિલ્લામાં 56 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. અત્યાર સુધીમાં 0 હજાર 136 લોકો કોરોનાને પરાજય આપવામાં સફળ રહ્યા છે. તેમ છતા પણ લોક ડાઉનમાં આરવામાં આવેલી છૂટને કારણે આવનારા દિવસોમાં સુરત શહેર જિલ્લાની હાલત વધારે ભયંકર બનશે એવુ ચિત્ર ઉપસી રહ્યું છે. સરકારી તંત્ર વામણું પુરવાર થયું છે અને હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે.