Page Views: 6370

પાલિકાને પોલીસવાળા ઉંઘતા રહ્યા- લોકોએ તાપીમાં દશામાનું વિસર્જન કર્યું

માસ્ક ન પહેરનારા પાસેથી રૂ.500 પડાવનારાઓને વિસર્જન વિશે ખબર પણ ન પડી એ નવાઇની વાત – પોલીસ કમિશનરના આદેશનું ઉલ્લંઘન છતા સંબધિત પોલીસ સ્ટાફનું રૂંવાડુ ફરકતું નથી

સુરત-30-7-2020

કોરોનાની મહામારી અને ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ તાજેતરમાં જ પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટે પણ સૂચના આપી હતી કે, પ્રવર્તમાન સમયમાં કોરોનાની મહામારીને કારણે લોકોની ભીડ એકત્ર ન થાય તેના માટે તાપી નદીમાં કોઇ પણ પ્રકારની પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં. તેમજ પાલિકા દ્વારા પણ કોઇ સ્થળે કૃત્રિમ તળાવો બાંધવામાં આવશે નહીં. જો કે, તેમ છતાં પણ ગઇ રાત્રે એટલે કે બુધવારની રાત્રે શહેરના સંખ્યાબંધ શ્રધ્ધાળુઓએ દશામાની પીઓપીમાંથી બનેલી દશામાની મુર્તીઓ બિન્દાસ્ત પણ તાપી નદીમાં વિસર્જીત કરી હતી. અત્યારે શહેરમાં માસ્ક વગર ફરતા લોકોને દંડા પછાડીને દમ દાટી મારીને પોલીસ અને પાલિકાના કર્મચારીઓ બેફામ પણે દંડ ઉઘરાવતા ફરે છે. દિવસે માસ્ક વગર ન નિળનારા લોકોએ ગઇ રાત્રે દશામાના વિસર્જન દરમ્યાન ફરજમાં રીતસર ઉદાસીનતા દાખવી હોય એવુ લાગી રહ્યુ છે અને એટલે જ એમ કહી શકાય કે પોલીસ કમિશનરના આદેશ બાદ પણ સુરત પોલીસે આંખ આડા કાન કર્યા હતા. ઉપરાંત પાલિકાનો સ્ટાફ પણ રાત્રે કશે જોવા મળ્યો ન હતતચઆજે સવારે શહેરના નાનપુરા નાવડી ઓવારા સહિત રામજી ઓવારા અ રાજા ઓવાર ઉપરાંત વૈદ્યનાથના ઓવાર પર કેટલીક મુર્તિઓનું વિસર્જન થયાનું ધ્યાન પર આવ્યા બાદ તંત્ર દોડતું થયું હતું.