Page Views: 6605

સુરતમાં કોરોનાની ભયંકરતા ચરમસીમા પર નવા 289 કેસ-11 વ્યક્તિના મોત

શહેર જિલ્લામાં કોરોનાના દર્દીઓનો કુલ આંકડો 13 હજારને પાર થયો- સમગ્ર તંત્ર લાચાર

સુરત-29-7-2020

લોક ડાઉનમાં મુક્તિ આપવામાં આવ્યા બાદ સુરત શહેરની સ્થિતિ ભયંકર બની રહી છે અને દરરોજ સરેરાશ 250 થી 300 કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. આજે બુધવાર તા.29મી જુલાઇના રોજ સુરત શહેરમાં કોરોનાના 207 કેસ નોંધાયા હતા. જ્યારે સુરત જિલ્લામાં કોરોનાના નવા 82 કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરત શહેર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 13108 ઉપર પહોંચી ગઇ છે. આજે સુરત શહેર જિલ્લામાં કોરોનાના કારણે 11 વ્યક્તિના મોત થયા છે અત્યાર સુધીમાં કોરોનાને કારણે મરનારા દર્દીઓની સંખ્યા 576 થઇ ગઇ છે. આજે શહેર જિલ્લામાં કુલ 172 દર્દીઓને કોરોનાને હરાવવામાં સફળતા મળી હતી. અત્યાર સુધીમાં સુરત શહેર જિલ્લામાં કુલ 8884 દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતવામાં સફળ રહ્યા છે અને તેમને હોસ્પિટલમાંથી સારવાર બાદ રજા આપવામાં આવી છે.

આજે સુરત શહેરમાં સેન્ટ્રલ ઝોનમાં 18 , વરાછા એ ઝોનમાં 30. વરાછા બી ઝનમાં 22,  રાંદેર ઝોનમાં  43, કતારગામ ઝોનમાં 31 લીબાયત ઝોનમાં 18, ઉધના ઝોનમાં 15 અને અઠવા ઝોનમાં 30  કેસ નોંધાયા છે. જ્યારે સુરત જિલ્લામાં ચોર્યાસી 13 ઓલપાડ 11  કામરેજ 20 ,પલસાણા 10  બારડોલી 9  ,મહુવા 6, માંડવી 6  માંગરોળ 7 કેસ  નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલમાં સુરત શહેર અને જિલ્લામાં મહાનગર પાલિકાનું તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ કોરોનાની સામે લાચાર અવસ્થામાં મુકાઇ ગયું છે. ક્યા પ્રયત્નો કરવાથી કોરોના પર કાબુ મેળવી શકાય તેની તંત્રને કોઇ ગતાગમ પડતી હોય એવુ લાગતું નથી અને કોરોનાના કેસ દિન પ્રતિ દિન વધી રહ્યા છે.