Page Views: 9590

કંડારી સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ પ્રકાશ શાત્રીએ શિષ્ય સાથે વારંવાર સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યાનો વિડીયો વાયરલ

શોષણનો ભોગ બનેલા વેદાંત વલ્લભ સ્વામીએ જ યુ ટ્યુબ પર વિડીયો અપલોડ કર્યો

વડતાલ-29-7-2020

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં છાશવારે સ્વામીઓની સેક્સલીલાઓની ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે વધુ એક વખત વડતાલ સ્વામિનારાયણ મંદિર તાબેના કંડારી સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીએ ગુરૂ શિષ્યના પવિત્ર સબંધને અભડાવી અને શિષ્ય સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્યુ આચર્યું હતું. એક વખત નહીં પરંતુ વારંવાર ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીએ વેદાંત વલ્લભ સ્વામીના શરીરને ચુંથી નાંખ્યુ છે. કંડારી ગુરુકુળના સ્વામીનો સોશિયલ મીડિયામાં અને યુ ટ્યુબ ઉપર એક વીડિયો વાયરલ થયો છે આ વીડિયોથી ખળભળાટ મચી જવા પામ્યો છે. વડતાલ સંપ્રદાયના સ્વામી પર મોટો આરોપ લાગ્યો છે. ધનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે શિષ્ય સાથે સેક્સ માણતા હોવાનો આરોપ લાગતા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં હડકંપ મચી ગયો છે.વડતાલ મંદિરના કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સામે વેદાંત વલ્લભ સ્વામીએ કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સૃષ્ટિ વિરુદ્વના કૃત્યનો આક્ષેપ લગાવ્યો છે. વેદાંત વલ્લભ સ્વામી ઘનશ્યામ પ્રકાશ કંડારીના શિષ્ય છે. વેદાંતવલ્લભ સ્વામીએ 44 મિનિટનો વીડિયો વાયરલ કર્યો છે. ઘનશ્યામ પ્રકાશ કંડારી સ્વામી દેવ પક્ષના સ્વામી છે. ઘનશ્યામ પ્રકાશ કંડારી સ્વામીની અનેક સંસ્થાઓ છે.

આ વીડિયોમાં ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી કેવી રીતે શિષ્ય વેદાંત વલ્લભ સાથે સેક્સ માણતા હતા તેનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખુદ પોતાના ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીએ ગંભીરમાં ગંભીર આક્ષેપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વીડિયોમાં કંડારી, વડતાલ સહિત અનેક જગ્યાઓ પર સ્વામીએ શિષ્ય સાથે સેક્સલીલા માણી હોવાનો આક્ષે કર્યો છે.

વર્ષ 2019મા વડતાળધામ ખાતે યોજાયેલ વચનામૃત કથા દરમિયાન પણ ગુરુએ શિષ્ય સાથે પાપલીલા આચરી હોવાનો આક્ષેપ હાલ સામે આવ્યો છે. થોડા સમય અગાઉ વડતાલમાં સત્સંગી પક્ષના રાકેશભાઈ પટેલે ચકલાસી પોલીસ સ્ટેશનમાં આ બાબતની તપાસ કરવા અરજી કરાઈ હતી. જોકે હજુ સુધી આ મામલે ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી પણ નથી, અને કોઈ તપાસ પણ થઈ નથી. હવે વિડીયો વાયરલ થવાને કારણે પોલીસ પણ હરકતમાં આવી છે અને આગામી દિવસોમાં ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવા સંકેતો મળી રહ્યા છે.