Page Views: 6015

સુરતમાં માસ્ક ન પહેરનારા લોકોએ માત્ર 45 દિવસમાં 2.74 કરોડ રૂપિયા દંડ ભર્યો

પાલિકાએ અત્યાર સુધીમાં 54.87 લાખ અને પોલીસે રૂ.2 કરોડ 19 લાખ દંડ પડાવ્યો

સુરત-29-7-2020

કોરોનાના વધતા કહેરને લઇ કોરોનાની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવું ફરજીયાત થઇ ગયું છે. તેમ છતાં કેટલાક લોકો માસ્ક વાગત ફરતા સંક્રમણ વધાવની સંભાવનાને જોતા માસ્ક નહી પહેરનારને દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા દંડ વસુલવાની સત્તા માત્ર પાલિકાની હતી. પરંતુ હવે આ સત્તા પોલીસને પણ આપવામાં આવ્યા બાદ પોલીસ દોઢ મહિનામાં જ પાલિકા કરતા ચાર ગણી વસૂલાત કરી માસ્ક ન પહેરનારાને દંડ ફટકાર્યો છે. જ્યારે પાલિકાએ અત્યાર સુધીમાં 54.87 લાખ વસુલ કર્યો છે.

સુરત શહેરમાં વુહાન કરતા પણ વધારે ખારબ પરિસ્થિતિ કોરોનાને કારણે ઉભી થઇ છે તેમ છતાં લોકો સુધરવાનું નામ નથી લેતા અને કોરોના સામેની ગાઇડ લાઇનનું પાલન કરતા નથી. માત્ર સુરત શહેરમાં જ પોલીસે માત્ર 45 દિવસના ટુંકા સમયગાળામાં  માસ્ક પહેર્યા વગર ફરતા એક લાખ 9 હજાર 626 લોકો પાસેથી રૂપિયા 2 કરોડ 19 લાખ 25 હજાર 200 રૂપિયા દંડ પેટે વસૂલ કર્યા છે. જ્યારે પાલિકાએ અત્યાર સુધીમાં 15,111 લોકો પાસેથી 54 લાખ 87 હજાર 740 રૂપિયા દંડ પેટે વસૂલ કર્યા છે.

સુરત પોલીસ દ્વારા માત્ર શહેરમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી દોઢ જ મહિનામાં પાલિકા કરતા ચાર ગણી રકમના દંડની રકમની  વસૂલાત કરી છે ઉલ્લેખની છે કે શહેરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા પણ છેલ્લા 10 દિવસથી નિયમોનું પાલન નહીં કરવાનાઓ પાસેથી દંડ વસૂલાત કરવા તમામ ઝોન પ્રમાણે ટીમ બનાવવામાં આવી છે. કેમ કે માસ્ક વિના ફરતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરવાના કારણે કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ શકે છે. લોકો દંડ ભરીને છુટવામાં માને છે પરંતુ માસ્ક પહેરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા હોય એવુ લાગે છે.