Page Views: 10463

વર્ડસ્ ઓફ હાર્ટ વોટ્સ એપ ગ્રુપની સ્પર્ધાનું પરિણામ

चलते-चलते दूर तक वो धूपमे नीकल गई, जिंदगी थी बर्फसी तो बादमें पीघल गई

વર્તમાનન્યૂઝ.કોમ- (કિરીટ ત્રિવેદી દ્વારા - 9173532179)

 

(નમસ્કાર મિત્રો, હું પારૂલ ઠક્કર Team Words of Heart પરિવાર વતી આપને બે શબ્દ જણાવું છું. વર્તમાનન્યૂઝના વાંચકો માટે અમે વધુ એક સરસ મજાના વોટ્સએપ ગ્રુપ વર્ડસ્ ઓફ હાર્ટ ગ્રુપના સર્જકોની રચનાઓ આપને દર સપ્તાહે મોકલીશું. સ્પર્ધામાં જે શબ્દ અપાયો હશે તેના પર નવોદિતો અને સિદ્ધહસ્ત કવિઓ પોતાની રચનાઓ રજૂ કરશે જેમાંથી ઉત્તમ રચનાઓને આપને આસ્વાદ માટે મોકલીશું

 

ભાષાને અસરકારક રીતે  અને કોઇ સચોટ બાબતને બતાવવા, દર્શાવવા કે કોઇપણ પરિસ્થિતિ ,લાગણી, ઉમંગ, દૂ:ખ, ભય, વ્હાલ, પ્રેમ જેવા અલગ અલગ રીતે વ્યક્ત કરવા માટેનું  ઉત્તમ માધ્યમ છે લખાણ, તે છંદમાં છે કે નહીં, તે ગીત ગજલ, કાવ્ય કે હાઇકુના સ્વરૂપમાં છે કે પછી ગદ્યના સ્વરૂપમાં એ મહત્વનું નથી પરંતુ મહત્વનું એ છે કે, તે મૌલિક રીતે લખાયેલું છે.

અમે અમારા નાનકડાં વોટસએપ ગ્રુપ વર્ડસ ઓફ હાર્ટ પરિવાર દ્વારા આવાં જ શબ્દો ને આપની સામે રજુ કરશું. આ એવા શબ્દો છે જે કોઇપણ વ્યક્તિનાં દિલમાં ક્યાંક ને ક્યાંક સંઘરાયેલાં રહે  છે, પણ બહાર આવી શકતાં નથી અથવા તેઓ લાવી શકતાં નથી. અમારો પ્રયાસ આવા સર્જકોને એક ઉત્તમ વાતાવરણ પુરૂ પાડવા માત્રનો છે. અમે દિલમાં રહેલાં આ બધાં જ શબ્દો, ઊર્મીઓ, લાગણિઓને વાચા આપીએ,  અને એટલે જ તો અમે ગ્રૂપનું નામ આપ્યું છે *Words of Heart* આજથી શરૂ થતી અમારી આ કોલમ માં અમારા દ્વારા દરેક સપ્તાહ માં યોજાયેલી સ્પર્ધાની કૃતિઓ અમે આપની સમક્ષ રજું કરતા રહીશું. તો આપના દ્વારા અમારી આ કોલમને જરૂર પસંદ કરવામાં આવશે તેવી આશા સાથે બધાંને ફરીથી અમારા પરિવાર *Words of Heart* ના દરેક સભ્ય દ્વારા નમસ્કાર...

#લખતાં રહો...#મસ્ત રહો...)

આ સપ્તાહનો શબ્દઃ- જિંદગી

નિર્ણાયક-પુનિત સરખેડી - નીત- ભાવનગર 

સ્પર્ધા તારીખ-26-7-2020

 

  

 

+++++++++++++++++++

છંદ વિભાગ :-

 

(૧) દિલીપ ત્રિવેદી, મહુવા.

(૨) જાન્હવી ઉંડવીયા, સણોસરા.

(૩) નિલેશ બગથરીયા, રાણપુર.

 

અછાંદસ વિભાગ :-

 

(૧) ગાહા વસીમ આઈ, મોટા આસરણા.

(૨) જસ્મીન ભટ્ટ, ભાવનગર.

(૩) મકવાણા નિકિતા, 'મિરાં', મહુવા.

 

હિન્દી રચના વિભાગ :-

 

(૧) પ્રવિણ વાછાણી 'દિલેર', કેશોદ

(૨) રવિ ભેટારિયા, 'શ્રી-રાહી', ભાવનગર.

 

મુક્તક વિભાગ :-

 

(૧) વૈશાલી કાતરીયા, રાજુલા.

 

નિર્ણાયક નો પ્રતિભાવ :-

 

ખુબ સરસ રચનાઓ મોટી સંખ્યા માં આવી, પરિણામ બનાવવું અઘરૂ હતુ. બધાં જ લેખકોનાં ભાવ અને અભિવ્યક્તી સુંદર રહ્યા...

 

પરિણામ માં કંઈ ભૂલચુક રહી હોય તો 'મિચ્છામી દૂક્કડમ્'.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

સ્પર્ધા શબ્દ :- જિંદગી

શીર્ષક :- જિંદગી

*પ્રકાર :-છંદબદ્ધ રચના

➖➖➖➖➖➖➖➖

 

જવાબ શોધ જો પળે પળે

સવાલ જિંદગી બની નડે?

 

હો ભાવના ભલી જો માનવે

બબાલ જિંદગી બની જડે?

 

સજાવ કોઇ રાગ જો નવો

કવાલ જિંદગી બની મળે.

 

જો રંગ ગમતિલું લગાવશે

ગલાલ જિંદગી બની ભળે.

 

સવાર ઊગતા જો નીકળે

કમાલ જિંદગી બની પડે.                

➖➖➖➖➖➖➖➖

*નામ :-નિલેશ બગથરિયા

ગામ :-રાણપર

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

સ્પર્ધા શબ્દ :- જિંદગી

શીર્ષક :- જિંદગીની સફર

પ્રકાર :- અછાંદસ

➖➖➖➖➖➖➖➖

 

પળભરમાં જુવોને કયાનું કયાં  પહોંચી જવાય  છે,

ચડવાને નથી દાદરા તોય પેલું અંતર ઘટતું જાય છે.

 

એકપછી એક પાનું જિંદગીનું કાયમ ફરતું જાય છે,

આમાં કંઇક સમજાય ને કંઇક માથેથી જ જાય છે.

 

વહેતા ઝરણાને નથી ખબર કે એ કયાં જાય  છે,

બસ વિશ્વાસ છેકે આ રસ્તો સમંદર સુધી જાય છે.

 

દિવસભર રહ્યો જે સૂરજ એ હવે ઢળતો જાય છે,

ફરી એ સમયે આવીને અજવાળું પાથરી જાય છે.

 

હસતા ચહેરાઓ ઘણા દુઃખો ભુલાવી જાય છે,

ધન્ય છે  એમને  કે જે  સૌને હસાવી જાય  છે.

 

➖➖➖➖➖➖➖➖➖

નામ :- ગાહા વસીમ આઇ.

ગામ :- મોટા આસરાણા

 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

સ્પર્ધા શબ્દ :- જિંદગી

શીર્ષક :- હવે

પ્રકાર :-ગઝલ

➖➖➖➖➖➖➖➖➖

લગાગા ગાલગા લગાગા ગાલગા લગા.

 

તમારા શ્વાસના સહારે જિંદગી હવે,

નયનમાં ટપકતા નજારે જિંદગી હવે.

 

રહયા વાગોળવા વચનના ઘૂંટડા મધુ,

સનમના રસભરે અવાજે જિંદગી હવે.

 

કરું છું યાચના,કદીએ ભૂલું ના તને,

રહીછે યાદના ખજાને જિંદગી હવે.

 

જનમથી આ મરણ વચાળેનો સમય બધો,

સમાપન થાય છે નમાજે જિંદગી હવે.

 

સમયની શોધમાં હું દોડ્યો પગવગર અને,

અધૂરી સોપુ આ મજારે જિંદગી હવે

 

➖➖➖➖➖➖➖➖➖

નામ :-દિલીપકુમાર ત્રિવેદી

ગામ :-મહુવા

 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

સ્પર્ધા શબ્દ :- જિંદગી

શીર્ષક :-બસ કર હવે...

પ્રકાર :- અછાંદસ

➖➖➖➖➖➖➖➖➖

 

બસ કર હવે,

તું આ જિંદગી વિશે

ખોટી વાતો ન કર,

કોણે હસાવયો ને

કોણે રડાવ્યો તેની

ફરિયાદ ન કર...

 

આમ જ ચાલશે

આ સામાજીક દુનિયા,

તું હાથ ફેલાવી

હકની દરખાસ્ત ન કર...

 

મંદીર, મસ્જિદ, ચર્ચ

અને ગુરુદ્વારા બધું જ

તારા થકી છે,

તું તેની જ પાસે

તારી ખોટી વાત ના કર...

 

પૂછું છું તુજને કે

કોણ કોનું છે આ જગતમાં,

તું તારો જ થઈ

સ્વાર્થના સંબંધોની

શરૂઆત ના કર...

 

ભૂલો કરી કરી

ભૂલી ગયો ખુદ ને,

તું બીજાની ભૂલોની

ચર્ચા ના કર...

 

બસ કર હવે.,

તું આ જિંદગી વિશે

ખોટી વાતો ન કર...

 

➖➖➖➖➖➖➖➖➖

જસ્મીન ભટ્ટ

ભાવનગર

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

સ્પર્ધા શબ્દ :- જિંદગી

શીર્ષક :- જિંદગી

પ્રકાર :- મુક્તક

➖➖➖➖➖➖➖➖➖

 

પોતાના હાલ પર હસાવી જાય છે જિંદગી,

લાગણીઓ તૂટતાં રડાવી જાય છે જિંદગી.

કપરા દી' તો આવવાના જીવીએ ત્યાં સુધી,

પડે ખોટો પગ તો ફગાવી જાય છે જિંદગી.

 

➖➖➖➖➖➖➖➖➖

નામ :- - વૈશાલી કાતરીયા

ગામ :- રાજુલા

^^^^^^^^^^^^^^^^^^^^^^^

 स्पर्धा शब्द - " जिंदगी"

 शीर्षक- " जिंदगी "

 प्रकार- गझल

-------------------------------

चलते-चलते दूर तक वो धूपमे नीकल गई,

जिंदगी थी बर्फसी तो बादमें पीघल गई।

 

हमसफर हमदर्द समजे और समजे हमदम,

तो भी मेरी जिंदगी मेरा ही दम नीगल गई।

 

न बताया सच तो उसमें आयनेका क्या दोष,

मुजको तो खुद यहां मेरी नजर भी छल गई।

 

जाम मुहोब्बतका पीयाथा हम दोनोंने मीलकर,

लडखडाता में हु अब-तक वोह आगे चल गई।

 

मत लगाना हाथ कहाथा पर सुनी ना मेरी,

हुश्न को छुकर जवानी खुद-ब-खुद ही जल गई।

 

प्रवीण वाछाणी "दिलेर"

केशोद

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

સ્પર્ધા શબ્દ :-જિંદગી

શીર્ષક :- याद आ गई

પ્રકાર :- મૌલિક

➖➖➖➖➖➖➖➖➖

देखकर ही जिसको होती थी हर रोझ सुबह,

आज उसकी तसवीर हाथों में आ गई,

न जाने क्यों एक और जिंदगी की याद आ गई।

 

हर वक्त हर लम्हा चाहा था जीसे पाने के लिए,

उसीकी मुश्कुराहट मेरे जेहन पर फिर से छा गई,

न जाने क्यों एक और जिंदगी की याद आ गई।

 

रुठना मनाना बन चुका था हर रोज का आलम,

ना मनाने की उसकी ज़िद मेरे दिल को रुला गई,

न जाने क्यों एक और जिंदगी की याद आ गई।

 

आदत बन चुकी थी जीसे चाहना हर लम्हो मे,

भूल जानेकी उसकी आदतें मेरे प्यार को मीटा गई,

न जाने क्यों एक और जिंदगी की याद आ गई।

 

यूं तो याद उन्हे करना पडतां है जीसे भूल जाये,

"भूल चुका हूं उसे!" ये आदत मेरे दिल से मीटा गई,

न जाने क्यों जिंदगी एक और जिंदगी की याद दिला गई।

➖➖➖➖➖➖➖➖➖

નામ :- રવિ ભેટારિયા "શ્રી-રાહી

ગામ :- ભાવનગર

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

સ્પર્ધા શબ્દ :- જિંદગી

શીર્ષક :- જિંદગી

પ્રકાર :- અછાંદસ કવિતા

➖➖➖➖➖➖➖➖➖

ફૂલો થી મઘમઘતી ફૂલવાડી હોય ,

તે છતાં એક ગુલાબ ની આશ કરમાતી હોય,

તેનું નામ જિંદગી.

 

સો - સો સગાં-સ્નેહી નો સાથ હોય,

તે છતાં એકાંતે પાંપણ ભિંજાતી હોય,

તેનું નામ જિંદગી.

 

બત્રીસ ભાતના ભોજન સામે હોય,

તે છતાં રોટલો ને સૂકી ભાજી ખાવી પડતી હોય,

તેનું નામ જિંદગી.

 

આશા ની અજવાળી રાત હોય,

તે છતાં કોઈને જોવા આંખ આથમતી હોય,

તેનું નામ જિંદગી .

 

આંગણે અવસરો ઉજવાતા હોય,

તે છતાં કિસ્મત પલટાતી હોય,

તેનું નામ જિંદગી.

 

આંખ સામે જીવવાની ઈચ્છા સળવળતી હોય,

તે છતાં શ્ચાસો ની માળા તુટતી હોય,

તેનું નામ જિંદગી.

 

સુખો નો સાગર ઘુઘવતો હોય,

તે છતાં "મીરાં"ના મન મંદિર ની કોયલ કૃષ્ણ ને જોવા ટહુકતી હોય,

તેનું નામ જિંદગી.

➖➖➖➖➖➖➖➖➖

નામ :- મકવાણા નિકિતા  "મીરાં"

ગામ :- મહુવા

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

સ્પર્ધા શબ્દ :- જિંદગી

શીર્ષક :- જિંદગી

પ્રકાર :- ગઝલ (ગાગાલગા×3 ગાલગા )

 

➖➖➖➖➖➖➖➖➖

 

આ માણસોના નામ  પર આબાદ  છે  જિંદગી,

થોડી  મને પણ  આજ એ ફરિયાદ છે જિંદગી.

 

કીધા વગર  લઈ લે  પરિક્ષા, વ્હેમ એવો હતો,

અનુભવ તમે જો સાંભળો,  સંવાદ છે જિંદગી.

 

કારણ વિના આ ઝાડનું હલતું નથી પાન પણ,

આ  પૂર્વ   જન્મોની  કથા  ને  યાદ  છે  જિંદગી.

 

ઈચ્છા પછી દિલમાં જ દફનાવી મે ઈચ્છા વગર,

હકીકત  ને  સપનાની  વચ્ચે વિવાદ  છે જિંદગી.

 

વેરાન  તમને  લાગશે  જો  એકલા  તમે  હશો,

ભીંજાવને,  તો   પ્રેમનો  વરસાદ  છે  જિંદગી.

 

જેવી મળી સ્વીકાર તું,  ને  રાખ  હસતું  વદન,

"જાનું"  પ્રભુનો  પ્રેમ  રૂપી પરસાદ છે જિંદગી.

 

➖➖➖➖➖➖➖➖➖

નામ :- જાનવી ઉંડવિયા

ગામ :- સણોસરા