Page Views: 8238

સિંગણપોરમાં સાળાને બચાવવા કુદી પડેલા બનેવીની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

ચોક પોલીસે ગણતરીની કલાકોમાં ચાર આરોપીને ઝડપી પાડ્યા

સુરત-29-7-2020
સુરત શહેરના સિંગણપોર લિંક રોડ ખોડીયાર ગેરેજ નજીક  ગઈ કાલે રાત્રે સાડા નવ વાગ્યે સાળાને છોડાવવા વચ્ચે પડેલા બનેવીને ચાર જણાઍ ઢોર મારમારી પેટ, છાતી અને પગના ભારે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી દીધા હતા. ઇજાગ્રસ્ત યુવાનનું સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર મળે એ પહેલા જ તેનું મોત થયું હતું. પોલીસે આ ઘટનામાં ચાર આરોપીને ઝડપી પાડ્યા છે.

ચોક પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના સિંગણપોર લિંક રોડ પર આવેલા બાપા સીતારામ મંદિર નજીક  બજરંગ સોસાયટીમાં  સુનિલ મુરલીધર નંદનવર  રહે છે. સુનિલ ગઈકાલે રાત્રે નવેક વાગ્યે સિંગણપોર લિંક રોડ અગિયાર છાપરી મહારાજા ટી સ્ટોલની સામે ખોડીયાર ગેરેજ પાસે બેઠો હતો તે વખતે તેના સાળા કિશનને સ્થાનિક મહોલ્લામાં રહેતા કેતન વામન આહિરે, ભાવેશ રાઠોડ, હેમત સુરેશ પટેલ અને વિજય ધના પરમાર વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા મારપીટ કરતા હતા.  જેથી સાળાને મારખાતો બચાવવા માટે  સુનિલ નંદનવર તેને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીઓઍ સુનિલને પણ ઢીકમુક્કીનો મારમાર્યા બાદ છાતી, પેટ અને પગના ભાગે ઉપરા છાપરી છરીના ઘા ઝીંક્યા હતા.  ઘા મારીને સુનિલને લોહીલુહાણ કરી નાંખ્યો હતો. બાદમાં ત્યાંથી ચારેય આરોપીઓ નાસી ગયા હતા. સુનિલને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જાકે સુનિલને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતુ. બનાવ અંગે ચોકબજાર પોલીસને જાણ થતા પોલીસ  દોડત થઇ હતી, પોલીસે બનવા અંગે કલ્પેશ કંચન રાઠોડની  ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી રાતો રાત ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડ્યા હતા.