Page Views: 26189

વરાછા સારથી કોમ્પલેક્સના રહીશોએ સ્વેચ્છીક લોક ડાઉનનો સ્વિકાર કર્યો

પ્રમુખ ડો.મુકેશ નાવડિયા સહિતના બહુમતી સભ્યોએ નિર્ણયને આવકારતા આવતી કાલથી સારથી કોમ્પલેક્સમાં બહારના કોઇ પણ વ્યક્તિને પ્રવેશ નહીં અપાય

સુરત-11-7-2020

કોરોનાના સંક્રમણને કારણે સુરત શહેરની પરિસ્થિતિ દિન પ્રતિ દિન ભયાવહ બનતી જાય છે. આવા સંજોગોમાં શહેરની સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા લોકોને સ્વયંભૂ લોક ડાઉનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આવા સંજોગોમાં સુરત શહેરના વરાછા રોડ હીરાબાગ તુરાવા કમ્પાઉન્ડ સ્થિત સારથી કોમ્પલેક્સના તમામ રહીશોએ સારથી કોમ્પલેક્સ કો-ઓ.હાઉસીંગ સોસાયટીના પ્રમુખ ડો. મુકેશભાઇ નાવડિયાની અપીલને માન આપીને આજ રોજ તારીખ 11-7-2020થી 20-7-2020 એટલે કે દસ દિવસ સુધી સ્વેચ્છીક લોક ડાઉનનો સ્વિકાર કર્યો છે. આ દિવસો દરમ્યાન સારથી કોમ્પલેક્સમાં બહારના કોઇ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. માત્ર સોસાયટીમાં વસતા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. આ નિર્ણયને સોસાયટીના તમામ સભ્યોએ સ્વિકાર કર્યો છે અને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. શહેરની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તમામ સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારના લોકો પણ આ પ્રકારે સ્વયંભૂ રીતે લોક ડાઉનનું પાલન કરે તો કોરોનાના કપરાકાળમાં તમામ લોકો પોતે અને પોતાના પરિવારને બચાવી શકશે એવી અપીલ પણ ડો.મુકેશ નાવડિયા સહિત સારથી કોમ્પલેક્સના તમામ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે.