Page Views: 8851

સુરત શહેર જિલ્લામાં આજે પણ કોરોનાના 270 કેસ નોંધાયા-ત્રણ વ્યક્તિના મોત

કોરોનાના દર્દીઓનો કુલ આંકડો 8121 ઉપર પહોંચ્યો

સુરત-11-7-2020

લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવ્યા બાદ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયંકર રીતે વધી રહ્યું છે. શહેરના વરાછા-કતારગામ વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે અને જિલ્લામાં પણ કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંકડો હવે 100ની આસપાસ પહોંચવા તરફ જઇ રહ્યો છે. આજે શનિવારના રોજ સુરત શહેરમાં કોરોનાના 180 દર્દીઓ નોંધાયા હતા. તેમજ જિલ્લામાં કોરોનાના 90 કેસ નોંધાયા હતા આમ સુરત શહેર જિલ્લામાં છેલ્લા ચોવિસ કલાકમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા 270 થઇ ગઇ છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 8121 પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને આજ રોજ કોરોનાને કારણે ત્રણ વ્યક્તિના મોત થતા કોરોનાથી મોતને ભેટનારા દર્દીઓની સંખ્યા વધીને 313 થઇ ગઇ છે. આજે શહેરમાં 142 અને જિલ્લામાં કુલ 42 દર્દીઓએ કોરોનાને મહાત આપતા અત્યાર સુધીમાં કુલ 4829 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે અને તેમને હોસ્પિટલના બિછાનેથી રજા આપવામાં આવી છે. મહાનગર પાલિકા કમિશનર દ્વારા લોકોને સ્વેચ્છીક લોક ડાઉનનો અમલ કરીને કામ વગર ઘરમાંથી લોકોને બહાર ન જવા માટે પણ અનુરોધ કર્યો છે.