Page Views: 48526

નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યુટી મામલે શહેરના પત્રકારો પર કીચડ ઉછાળનાર મીસ્ટર કાન ખોલીને સાંભળી લેજો...

તમારા કારનામાના ચીઠ્ઠા પત્રકારો જાણે છે એ તમને અરીસો બતાવશે ત્યારે ક્યાં જઇને મોં બતાવશો

સુરત-10-7-2020

નાયલોન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડ્યુટી લગાવવાના મામલે વીવર્સ અને નાયલોન યાર્ન સ્પિનર્સ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે અને તેમાં વીવર્સનો હાથ ઉપર રહેતા હવે કાર્ટેલ બનાવીને વીવર્સને લુંટનારી ટોળકી રઘવાઇ બની ગઇ છે. કોઇ અગ્રણીએ સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કરીને વાણી વિલાસ કર્યો છે અને એક 39 સેકન્ડના વિડીયોમાં આ મહાશય એવું કહે છે કે, આશીષ ગુજરાતી અને મયુર ગોળવાળાના ગોડ ફાધરો સુરતના પત્રકારોને રૂપિયા આપીને ન્યૂઝ લખાવે છે. તો મીસ્ટર તમારી જાણ ખાતર એટલું જ કહેવાનું કે, સુરત શહેરમાં બિઝનેસ ફિલ્ડનું પત્રકારત્વ કરતા એક પણ પત્રકારને ખરીદવાની આ શહેરમાં કોઇ ઉદ્યોગપતિની તાકાત નથી. બીજું કે તમારી જમાતની વિરૂધ્ધમાં કોર્ટ ચુકાદો આપે અને પત્રકારો જ્યારે સાચી વાતને સમાચાર સ્વરૂપે છાપે ત્યારે તમને પેટમાં કેમ ચુંક આવે છે. મીસ્ટર તમે કાન ખોલીને એક વાત સાંભળી લો કે, આ શહેરના બિઝનેસ રિપોર્ટર જ્યારે તમારા કારનામાઓના કાચાચીઠ્ઠા ખોલીને તમને અરીસો બતાવશે ત્યારે તમે કશે મોં બતાવવા લાયક નહીં રહો. તમે વીવર્સ અગ્રણીઓને આડેહાથ લેવા માટે સોશિયલ મિડીયાનો સહારો લઇ રહ્યા છો તો પત્રકારોને ખરીદીને તમારા ન્યૂઝ કેમ નથી છપાવતા, તમને આ શહેરના બિઝનેસ રિપોર્ટર અને બિઝનેસમેન બધા જ ઓળખે છે અને તમે વીવર્સ અગ્રણીઓની યોગ્યતા કે લાયકાત વિશે પ્રશ્ન ન કરો તો સારી બાબત લેખાશે.  સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કરો તો સત્ય ઉજાગર કરનારી વાત હોય તે યોગ્ય છે કોઇના પર કીચડ ઉછાળવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ ન કરો તો સારૂ છે.