Page Views: 13199

શહેર જિલ્લામાં કોરોનાએ 300નો આંકડો પાર કર્યો – ચાર વ્યક્તિના મોત

કુલ 136 દર્દીઓ કોરોનાને હરાવી હોસ્પિટલના બિછાનેથી ઘરે ગયા

સુરત-9-7-2020

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયંકર રીતે વધી રહ્યું છે અને છેલ્લા પંદર દિવસથી શહેર જિલ્લામાં દર રોજના સરેરાશ બસ્સો જેટલા કેસ આવતા હતા તેમાં હવે વધારો નોંધાયો છે. આજે ગુરૂવારના રોજ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ 308 દર્દીઓ નોંધાયા છે. જે પૈકી સુરત શહેરમાં કોરોનાના 212 કેસ પોઝીટીવ આવ્યા છે અને જિલ્લામાં 96 કેસ નોંધાયા છે. કોરોનાને કારણે આજે ચાર વ્યક્તિના મોત થતા કુલ મરણાંક 287 ઉપર પહોંચી ગયો છે. આજે સુરત શહેરમાં કોરોનાના 103 અને જિલ્લામાં 33 એમ કુલ 136 દર્દીઓ કોરોના સામે જંગ જીતતા તેમને હોસ્પિટલના બિછાનેથી રજા આપવામાં આવી હતી. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 7582 ઉપર પહોંચી ગઇ છે. અત્યાર સુધીમાં કોરોનાના 4488 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.