Page Views: 32605

સચિન નોટિફાઇડ એરિયાની ઓફીસ માટે જમીન ફાળવવા બાબતે લડે મોગલ અને ફુલાય પિંજારા જેવો ઘાટ

સચિન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપ.સોસા.ના માજી પ્રમુખ જગદીશ રામાણી અને સેક્રેટરી મયુર ગોળવાળાએ રજૂઆતો કરી હતી હવે...

સુરત-8-7-2020

સચિન જીઆઇડીસી ખાતે નિર્માણાધિન નોટિફાઇડ એરિયા ઓથોરિટીની ઓફિસ બિલ્ડીંગ માટે જીઆઇડીસીએ વધુ સાતસો મીટરની જગ્યા ઓથોરિટીને ફાળવવામાં આવી છે. નવી જગ્યા ફાળવવામાં આવી તેનો સૌથી વધારે જસ સચિન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટી લી.ના માજી પ્રમુખ જગદીશ રામાણી અને માજી સેક્રેટરી મયુર ગોળવાલા , માજી પ્રમુખ દિપક અકબરી અને નીલેશ ગામી ને પણ જસ આપવો ઘટે. જે તે સમયે ઓફિસ બિલ્ડીંગના વિસ્તરણ માટેની યોગ્ય અને મુદાસરની રજૂઆતો આ આગેવાનોએ અસરકારક રીતે કરી હતી તેમજ અધિકારીઓ અને સત્તાધિશોને કન્વીન્સ કર્યા હતા. અત્યાર સુધીમાં નવા બિલ્ડીંગની 70 ટકા જેટલી કામગીરી પુર્ણ થઇ ગઇ છે અને વધુ 700 મીટર જમીન ફાળવવામાં આવી તેના કારણે ઓફિસ એરિયામાં હવે પાર્કિંગ, ગાર્ડન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. જો કે, સમગ્ર મામલે જેમના મુળ વિચારો અને રજૂઆતો હતી તેને કોરાણે મુકીને લડે મોગલ અને ફુલાય પિંજારા જેવું ચિત્ર ઉપસાવવામાં આવી રહ્યું હોવાનું ઉદ્યોગકાર અગ્રણીઓનું કહેવું છે.