Page Views: 48662

મયુર ગોળવાળાની સફળ રજૂઆતઃ- HT કન્ઝ્યુમર ઉપરથી ફિડર કોસ્ટ નો બોજો GERC દ્વારા હટાવાયો

સચિનના ઉદ્યોગકારોના લાખો રૂપિયાની બચત થશે

સુરત:- 8-7-2020                         

સચિન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ સોસા.ના માજી સેક્રેટરી મયુર ગોળવાળાની સતત રજૂઆતને પગલે HT કન્ઝ્યુમર ઉપરથી ફિડર કોસ્ટ નો બોજો GERC દ્વારા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  સચીન જીઆઇડીસી ના માજી સેક્રેટરી તરીકે HTકન્ઝ્યુમર ઉપરથી ફીડર કોસ્ટનો બોજો હટાવવા માટે  મુખ્યમંત્રીશ્રી, ઉર્જા મંત્રીશ્રી, GUVNL અને GERC મા વારંવાર લેખિત રજૂઆત પુરાવા સહિત ચાલુ રાખી હતી. જે ધારદાર રજૂઆત અને તેની અસર થી GUVNL દ્વારા રેસિડેન્સીયલ અને LT કન્ઝ્યુમર ની જેમ જ  KVA દીઠ ના ફિક્સ ચાર્જ ના ભાવ માં યુનિફોર્મિટી લાવવા GERC મા પીટીશન દાખલ કરી હતી. જેના અનુસંધાનમાં તારીખ 7-7-2020 ના રોજ ચુકાદો આવ્યો છે કે, તમામ HT ના કન્ઝ્યુમર્સ જે નવા કનેક્શન અથવા લોડ વધારા માટે અરજી કરે તો તેઓ માટે KVA દીઠ પંદરસો(1500) રૂપિયા ચાર્જ સાડા પાંચ કિલોમીટર ના અંતર સુધી અને અઢારસો(1800) રૂપિયા સાડા પાંચ કિલોમીટર થી વધારે અંતર ના. આમ ઔદ્યોગિક LT અને HT કનેક્શન માટે એક સમાન કાયદો થવા પામ્યો છે. વધુમાં આ ચુકાદાથી હવે સચીન જીઆઈડીસી ના HT consumer જે છેલ્લા બે વર્ષથી  ફિડર કોસ્ટ ના કારણે તેમના વેપાર ધંધા નો વિકાસ રુંધાઈ રહ્યો હતો અને નવી મશીનરી આવ્યા બાદ DGVCL માં નવું કનેક્શન અથવા લોડ વધારા માટે અરજી કરતા લાખો રૂપિયા ફીડર કોસ્ટના નામે કોટેશન મા આવતા હતા તે ભરપાઈ કરવા સક્ષમ ન હતા. જેના કારણે બેંક લોનના હપ્તા તથા વ્યાજ નું ભારણ તેમના માથે નાહકનું આવતું હતું અને નવી બિલ્ડીંગો અને મશીનરીઓ ઘુળ ખાય ને બંધ હાલતમાં પડી રહેતી હતી. જેથી ઉદ્યોગકારોને કરોડો રૂપિયા નુકસાન વેઠવાનો વારો આવતો હતો. જે હકીકત GERC ના HT કનેક્શન માટેના આ ચુકાદાના કારણે ઉદ્યોગકારો માટેની ગંભીર પરિસ્થિતિ હવે દૂર થઈ અને રાહત મળી છે તેમ કહેવાય. વધુમાં સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.