Page Views: 9687

સુરત શહેર જિલ્લામાં આજે પણ કોરોનાના 260 કેસ નોંધાયા

છ વ્યક્તિના મોત સાથે કુલ મરણાંક 255 ઉપર પહોંચ્યો

સુરત-6-7-2020

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે આજે સોમવારાના રોજ પણ સુરત શહેરમાં કોરોનાના પોઝીટીવ દર્દીનો આંક 200ને પાર થયો છે. વિતેલા ચોવિસ કલાકમાં સુરત શહેરમાં કોરોનાના 201 દર્દીઓ નોંધાયા છે અને સુરત જિલ્લામાં કોરોનાના 59 કેસ નોંધાતા શહેર જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના દર્દીઓની સંખ્યા 260 થઇ છે. જ્યારે સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 5894 ઉપર પહોંચી ગઇ છે તેમજ સુરત જિલ્લામાં કોરોનાના કુલ 862 દર્દીઓ નોંધાયા છે. સુરતમાં આજે કોરોનાના છ દર્દીઓના મોત થતા અત્યાર સુધીમાં કોરોનાના કારણે મોતને ભેટેલા દર્દીઓની કુલ સંખ્યા 226 થઇ છે. જ્યારે સુરત જિલ્લામાં કોરોનાના કારણે મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 29 થઇ છે. અત્યાર સુધીમાં સુરત શહેર જિલ્લામાં કોરોનાનો મરણાંક 255 ઉપર પહોંચી ગયો છે. સુરત શહેરમાં આજે કોરોનાના 126 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી તેમજ જિલ્લામાં 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં સુરત શહેર જિલ્લામાં કુલ 4061 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.