Page Views: 24467

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટો બંધ કરવા અંગે આવતી કાલે અધિકારીઓની બેઠક

સુરતને 200 વેન્ટીલેટર ફાળવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી રૂપાણી

સુરત-4-7-2020

સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના અગ્ર સચિવ, આરોગ્ય સચિવ, કલેક્ટર, કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે તંત્ર ખડેપગે તૈયાર છે અને સુરત શહેરના રિંગરોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટો બંધ કરવા અંગે આવતી કાલે રવિવારના રોજ અધિકારીઓની બેઠક મળશે. જેમાં સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. ઉપરાંત સુરત શહેરની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ 200 વેન્ટીલેટર ફાળવવાની જાહેરાત કરી છે. શહેરમાં કોવિડ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ બનાવવા માટે રૂપિયા 100 કરોડ ફાળવવાની પણ જાહેરાત કરી હતી. સાથો સાથ તેમણે સુરતમાં ફરી વખત લોક ડાઉન લાગુ કરવામાં નહીં આવે  અને આપણે લોક ડાઉન વચ્ચે જ રહેતા શીખવાનું છે.