Page Views: 13652

ગાંધીજી કહેતા કે ‘જે વિચારો તે ઉચ્ચારો અને જે ઉચ્ચારો તે પ્રમાણે જ આચરો.

ક્યાં ક્યાં ચાલી, ક્યાં ક્યાં ચાલી;ગાંધીની ચંપલ ચાલી રે ચાલી

સુરત – 4-7-2020

 

આ શ્રેણીમાં ચોથો અને છેલ્લો વેબિનાર શનિવાર ૪ જુલાઈનીસાંજે ચાર કલાકે ગાંધીની ઘડિયા પુસ્તકનો પરિચય ડૉ. સત્યકામ જોશી (સુરત) કરાવશે. તેમાં જોડાવા માટેની લિંક આ રહી:

https://us02web.zoom.us/j/82892178995?pwd=TWVzM1JkWnF5cmU3RkdqeWUxTmZVdz09

 

શુક્રવારનાવેબિનારને યુ-ટ્યુબ પર ગાંધીજી ગુણવંત શાહના વિચાર વૃદાવનમાં શબ્દો આપીને જોઈ શકાશે.

: સીનીયર સિટીઝન્સ ફોરમ અને લાયન્સ ડીસ્ટ્રીકટ સહયોગથી યોજાઈ રહેલી ગાંધીજી : ગુણવંત શાહના

 વિચાર વૃંદાવનમાં ચાર વેબિનારની શ્રેણીમાં ગાંધીના ચંપલ પુસ્તકનો પરિચય ડૉ. દિલીપ શાહ (સુરત) અને શ્રી જયંતીલાલ નાઈ (મહેસાણા)એ ગાંધીજી વિષે રસપ્રદ વાતો જણાવી હતી. લેખક ગુણવંત શાહે પુસ્તકનાઆરંભેલખેલાં કાવ્ય મુજબ ગાંધીની ચંપલ ચાલતી રહી સત્યના રેખાંશ પર, તેમણે ડગલાં ભર્યા અહિંસાના અક્ષાંશ પર. આ ચંપલ પળમાં ચાલી,સ્થળમાં ચાલી, વિરાટ અનંત કાળમાં ચાલી; વનમાં ચાલી, મનમાં ચાલી,હરિજનોનાધામમાં ચાલી. સાબરમતીથી દાંડી ચાલી,સેવાગ્રામથી દિલ્હી ચાલી; જનજનનાહૈયામાં ચાલી,રામના પાવન નામમાં ચાલી!

ડૉ. દિલીપ શાહે પુસ્તકના બે ખંડ સત્ય એજ પરમેશ્વર અને મહાત્માનો મહિમા વિષે અને જયંતીભાઈનાઈએ નીતિ-રાજનીતિ-લોકનીતિ વિષે રજૂઆત કરી હતી. ડૉ. શાહે કહ્યું કે ગાંધીજી માનતા કે સત્યને એટલે કે ઈશ્વરને છોડીને હું હિન્દુસ્તાનનું ભલું નથી ચાહતો, કારણ મને વિશ્વાસ છે કે જે માણસ ઈશ્વરને ભૂલી શકે છે, તે દેશને ભૂલી શકે છે, પત્નીને ભૂલી શકે છે, માતા-પિતાને ભૂલી શકે છે.’

ડૉ. શાહે આ પુસ્તકના આધારે ગાંધી પ્રેરિત સત્યના પાંચ સિદ્ધાંતો સમજાવતાં કહ્યું કે,સત્યની ઉપાસનામાં ગાંધીજીનો સૌથી મહાન મિત્ર અભય હતો. સત્ય બોલનારને કદી ભય હોતો નથી. બે. સત્યનો ખરો શત્રુ દંભ છે. દંભને કારણે ધર્મનું મહાલય કડડભૂસ થાય છે. દંભ હોય ત્યાં સત્ય હોય નહીં. ગાંધીજી કહેતા કે જે વિચારો તે ઉચ્ચારો અને જે ઉચ્ચારો તે પ્રમાણે જ આચરો. ત્રણ. સત્યનો પુજારી અહંકારી ન હોઈ શકે. સત્યપ્રીતિ પણ અહંકારની તાંબાકુંડીમાં ઠલવાય ત્યારે ત્યારે નમ્રતા વિહીન, આક્રમક બની શકે. સત્યના પુજારીને તો રજકણ સુદ્ધાં અલ્પ બનવા કાયમ રહે. ચાર. સત્યની સાધનામાં વિવેક જોઈએ. જીવનની જેમ સત્ય પણ ગતિશીલ છે. અને સત્યસાધનામાં અનિવાર્ય પરિવર્તનો આવતાં હોય ત્યારે શાશ્વત સત્યને ધ્યાનમાં રાખીને વિવેકપૂર્વક બાંધછોડ કરવા તૈયાર રહેવું જોઈએ. ગાંધીજી હમેશા પોતાના વિચારો બદલતા પણ એમને વિચારણા સાતત્ય કરતા સત્યના સાતત્યની કિંમત વધુ હતી. પાંચ. અંતીમ સત્ય, શાશ્વત સત્ય એબ્સોલ્યુટટ્રુથ) રહેવું જોઈએ. પેલાં શિકારી અને શ્વેત પંખીની વાતની જેમ જીવનના અંતે કેવળ પીંછું આવે તેમ બને, જે ગાંધીજીને પ્રાપ્ત થયું હતું. ગાંધીજી માનતા કે સત્યની ખોજ ભારે કિંમત માંગી લે છે, તે જીવનનું બલિદાન પણ હોઈ શકે.  

જયંતીભાઈનાઈએ આ ચાર પુસ્તકો દ્વારા તેઓ ગાંધીજીને ઘણી સારી રીતે સમજી શક્યા છે એમ કહી લેખક ગુણવંતશાહનો આભાર માન્યો હતો. તેમણે ગાંધીજી નિત્ય નવા સ્વરૂપે અને પોતાના વર્તનમાં મોહમ્મદ અલી જિન્નાહ કેવી રીતે ઝીણા બન્યા અને મહાત્મા કેવી રીતે મહાત્મા રહ્યાં તે સમજાવ્યું હતું. તો રેહાના તૈયબજી સાથે અહિંસા અને બ્રહ્મચર્યની રસપ્રદ વાત તેમણે કરી હતી. ગાંધીજીના વિવાદાસ્પદ પ્રયોગોની ચર્ચા કરતા શ્રી નાઈએ લેખકના તાટસ્થ્યના વખાણ કર્યાં હતાં. આચાર્ય કૃપલાણીના પ્રસંગને ટાંકીને તેમણે કૃપલાણીને ગાંધીના જાગતા ભગત રૂપે ટાંક્યા હતા. 

બંને વક્તાઓના વક્તવ્યો બાદ એડવોકેટ કુમારેશ ત્રિવેદી (અમદાવાદ) એ ગાંધીજી વિષે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં.

વેબિનારના આરંભે સિનીયર સિટીઝન્સ ફોરમના લાયન્સ ડીસ્ટ્રીક્ટ ૩૨૩૨ એફ ૨ ની સિનીયર સિટીઝન્સ સમિતિના ચેરમેન રમેશભાઈ પટેલે સૌનું સ્વાગત કર્યું હતું. બેટર લાઈફ વેબિનાર સિરીઝના ભદ્રેશ શાહેપણ પોતાની પ્રવૃત્તિઓનો હેતુ સિદ્ધ થતો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. અંતે ફોરમના ઉપપ્રમુખ રશ્મીભાઈ શાહ અને આભાર વ્યક્ત કર્યો હતો.