Page Views: 10411

શહેર જિલ્લામાં આજે કોરોનાના 248 દર્દીઓ નોંધાયા

વધુ છ વ્યક્તિના મોત સાથે કુલ મરણાંક 220 થયો

સુરત-3-7-2020

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે સુરત શહેરમાં 190 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને સુરત જિલ્લામાં 58 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા શહેર અને જિલ્લામાં કુલ 248 દર્દીઓ નોંધાયા છે. આ સાથે સુરત શહેરમાં કોરોનાને કારણે છ વ્યક્તિના મોત થયા છે અને અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 220 થઇ ગઇ છે. સુરતમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 5967 થઇ છે તેમજ 3635 દર્દીઓને અત્યાર સુધીમાં કોરોનાથી મુક્તિ મળતા તેમને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.

લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવ્યા પછી સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે અને દર રોજ શહેરની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ ગયો છે. પાલિકાના તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં સ્થિતિ નિયંત્રણ બહાર જઇ રહી છે. પાલિકા કમિશનર દ્વારા પાંચમી જુલાઇથી શહેરના કતારગામ અને વરાછા વિસ્તારના પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે અને હાલમાં હીરા બજાર અને હીરાના કારખાના તેમજ ઓફીસો પણ બંધ છે તેમ છતા કેસ વધી રહ્યા છે.