Page Views: 11557

ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોબવર્ક માટે ઇનોવેશન માઇન્ડની આવશ્યકતાઃ- અંજની પ્રસાદ

ચેમ્બર દ્વારા ‘ફોરવર્ડ લુકીંગ સસ્ટેનેબલ પોલિએસ્ટર એન્ડ ટેક્‌નીકલ ટેક્ષ્ટાઇલ બિઝનેસ’વિશે વેબીનાર યોજાયો

સુરત.29-5-2020
 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ફોરવર્ડ લુકીંગ સસ્ટેનેબલ પોલિએસ્ટર એન્ડ ટેક્‌નીકલ ટેક્ષ્ટાઇલ બિઝનેસ’વિષય ઉપર વેબીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નિષ્ણાંત વકતા તરીકે આરક્રોમના મેનેજિંગ ડિરેકટર અંજની પ્રસાદે ‘સસ્ટેનેબિલિટી એન્ડ ચેન્જીસ ઇન એન્ડ પ્રોડકટ્‌સ’વિશે, આરક્રોમના વાઇસ પ્રેસિડેન્ટ સંજય સાઠેએ ‘સિન્થેટીક પ્રોસેસિંગ એન્ડ ટેકનીશિયન ટેક્ષ્ટાઇલ્સ વેલ્યુ ક્રિએશન પોસિબિલીટીઝ’વિશે તથા આયન એક્ષ્ચેન્જના પ્રેસિડેન્ટ અજય પોપટે ‘ઇકોલોજીકલ સોલ્યુશન’વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યુ હતુ.
 ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, લોકડાઉન દરમિયાન ચેમ્બરે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઉદ્યોગકારો અને લોકોને વિવિધ વિષયો અંગે માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો છે. સુરત એક ટેક્ષ્ટાઇલ હબ છે ત્યારે ભવિષ્યમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીએ કઇ દિશામાં આગળ વધવુ જોઇએ તે અંગે આજના તજજ્ઞો પાસેથી ઉદ્યોગકારોને માર્ગદર્શન મળી રહેશે.
 અંજની પ્રસાદે ટેક્ષ્ટાઇલ એન્ડ એપેરલ વેલ્યુ ચેઇન વિશે જણાવ્યુ હતુ કે, આજે જે ઇન્ડસ્ટ્રીઝ નફો કરી રહી છે તે એનર્જી અને વોટરની બચત કરવાની દિશામાં પૂરતું ધ્યાન આપી રહી છે. એફિશિયન્સી ખૂબ જ જરૂરી છે. સુરતમાં વેલ્યુ જનરેશનની ખૂબ જ મોટી સમસ્યા છે. મોટાભાગની ઇન્ડસ્ટ્રીમાં પુરુષ અને મહિલા એકસાથે કામ કરતા હોવાનો રેશિયો પણ ખૂબ જ ઓછો જોવા મળે છે. તિરુપુરને બાદ કરતા મોટાભાગના શહેરોના ઉત્પાદકોની સાથે મેજર પ્રશ્ન કવોલિટીનો આવે છે. જેને કારણે આપણે સારુ એક્ષ્પોર્ટ કરી શકતા નથી.
 તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, સુરતમાં જોબવર્ક માટે ઇનોવેશન માઇન્ડની જરૂરિયાત છે. સાથે કર્મચારીઓમાં એજયુકેશન એન્ડ ટ્રેનીંગની જરૂર પડશે. ખાસ કરીને ગારમેન્ટીંગમાં સ્કીલ ડેવલપમેન્ટની જરૂરિયાત છે. પર્યાવરણને બચાવવા માટે કલસ્ટરમાં જવુ પડશે. હોમ ટેક્ષ્ટાઇલ કઇ રીતે લાવીએ તેના ઉપર ધ્યાન આપવુ પડશે. કારણ કે કોરોનાને કારણે હોમ ટેક્ષ્ટાઇલની માંગ વધશે. મેડીકલ ટેક્ષ્ટાઇલ આપણે બનાવી શકયા છે પણ તેમાં પણ કવોલિટી માટે વિચારવુ પડશે. સ્માર્ટ ટેક્ષ્ટાઇલમાં મેટલીક પ્રિન્ટ કરીને કેટલીક વસ્તુ બનાવી શકાય છે. યુનિફોર્મમાં ફિનીશીંગ એન્ડ કોટીંગ લાવી શકાય છે. એના માટે એન્ટી વાયરલ માસ્ક બનાવી શકાય છે. ડિજીટલ પ્રિન્ટીંગમાં ચાઇનાને કોમ્પીટ કરવુ અઘરુ છે પણ કોસ્ટ ઓફ ઇન્ક ઓછી કરી શકાય છે.
 સંજય સાઠેએ કન્વેન્શન ટેક્ષ્ટાઇલ અને ટેકનીકલ ટેક્ષ્ટાઇલ અંગેની માર્કેટ સાઇઝ વિશે વિસ્તૃતપણે માહિતી આપી હતી. ટેકનીકલ ટેક્ષ્ટાઇલ માર્કેટને કેમ આકર્ષે છે તે અંગે ચર્ચા કરી હતી. ભારતમાં ટેકનીકલ ટેક્ષ્ટાઇલ અંગે માર્કેટ સાઇઝ નાનું છે પણ ગ્રોથ ખૂબ જ મોટો છે. રો મટિરિયલ, સસ્ટેનેબલ બિઝનેસ, ટેકનોલોજી પોઝીશન અને ઇન્કયુબેશન એકસપર્ટાઇઝ હશે તો ટેકનીકલ ટેક્ષ્ટાઇલ ઉપર ફોકસ કરી શકાય છે. સુરત કન્વેન્શન ટેક્ષ્ટાઇલમાં ઘણુ આગળ છે પરંતુ હવે ટેકનીકલ ટેક્ષ્ટાઇલ વિશે વિચારવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ટેકનીકલ ટેક્ષ્ટાઇલમાં પ્રવેશવું છે તો તેના માર્ગદર્શન માટે દેશભરમાં ઇન્કયુબેશન સેન્ટર ઉપલબ્ધ છે. એના માટે વેલ્યુ ચેઇન, ઇમ્પોર્ટ સબસ્ટીટયુટ અને નવી પ્રોડકટ વિશે ઇનોવેશન જેવી બાબતો ઉપર ધ્યાન આપવું પડશે. સુરતમાં પોલિએસ્ટર ફાયબર અને નાયલોન વિપુલ પ્રમાણમાં બને છે. એમાં વેલ્યુ ચેઇનમાં જવા માટે ટેસ્ટ મેથડ જાણવી પડશે અને  ટેકનોલોજી અપગ્રેડ કરવી પડશે. ભારતમાં અત્યારે ડોકટર તેમજ અન્ય મેડીકલ સ્ટાફને પીપીઇ કમ્ફર્ટેબલ લાગતુ નથી. આથી તેઓ સારી કવોલિટીના પીપીઇની માંગ કરી રહયાં છે. માસ્ક માટે એન– ૯પ ઇમ્પોર્ટ થઇ રહયાં છે ત્યારે માસ્ક અને પીપીઇ કીટના ઉત્પાદન માટે આપણે પાસે વિપુલ તક છે.
અજય પોપટે જણાવ્યુ હતુ કે, કોવિડ બાદ જીડીપી ગ્રોથમાં પહેલુ નામ ચાઇના અને બીજુ નામ ભારતનુ આવી રહયું છે. કારણ કે આપણી પાસે કવોલિટી છે અને માર્કેટ પણ છે. સાથે મળીને પ્રયાસ કરવામાં આવે તો ભારત આર્થિક રીતે ખૂબ જ ઉપર આવી શકે તેમ છે. કોવિડ બાદ ઘણા બદલાવ જોવા મળશે. કોવિડની સાથે જીવવુ પડશે અને ધીમે ધીમે ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવશે. નવી અને એડવાન્સ ટેકનોલોજીના ઉપયોગથી એફિશીયન્સી વધારવી પડશે. યુટીલિટી મેનેજમેન્ટ કોસ્ટ ઘટાડવી પડશે. વોટર અને સસ્ટેનેબિલિટીનો મહત્વનો મુદ્દો આગળ આવી રહયો છે ત્યારે તેમણે પાણીના બચાવ માટે વેસ્ટ ટ્રિટમેન્ટની પ્રોસિજર વિશે માહિતી આપી હતી. ટેક્ષ્ટાઇલ વોટર ટ્રિટમેન્ટ માટે આરઓ મેમ્બ્રેનનો ઉપયોગ કરી શકાય છે. આરઓ મેમ્બ્રેન ૩પ હજાર સુધી ટીડીએસ અને સીઓડીને હેન્ડલ કરી શકે છે. નાના ઉદ્યોગો માટે આ ખૂબ જ ઉપયોગી છે. તેમણે સિવેજ ટ્રિટમેન્ટ, સુએજ ટ્રિટમેન્ટ અને એરોબ્રિક પ્રોસેસ વિશે માહિતી આપી હતી. ટેક્ષ્ટાઇલ ડાઈંગમાં ઉપયોગી થતા વેસ્ટ, રિસાયકલ અને રિયુઝ માટે ઝીરો લિક્‌વીડ ડિસ્ચાર્જ સિસ્ટમ માટેના બાયોલોજીકલ પ્લાન્ટ અને મેમ્બ્રેન પ્લાન્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
 ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના કન્વીનર બિજલ જરીવાલાએ વેબીનારનું સંચાલન કર્યુ હતુ. આ વેબીનારમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત કલકત્તા, મુંબઇ અને દક્ષિણ ભારતના શહેરોમાંથી પણ ઉદ્યોગકારો જોડાયા હતા. ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના હેડ મૃણાલ શુક્‌લએ પ્રાસંગિક વિધી કરી હતી. અંતે ચેમ્બરની સ્ટાર્ટઅપ પ્રમોશન કમિટીના ચેરમેન સંજય પંજાબીએ સર્વેનો આભાર માની વેબીનારનું સમાપન કર્યુ હતુ 

 

????