Page Views: 4957

સુરતમાં આજે નવા ૪૩ કેસ પોઝીટીવ : આજ સુધીમાં ૧ હજારથી વધુ લોકો સાજા થયા

હાલ લીંબાયત, ઉધના અને કતારગામ ઝોન વિસ્તારમાં કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાય રહ્યો છે

સુરત-29-05-2020

સુરતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે સતત બીજા દિવસે ૪૦થી વધુ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા નોંધાય છે. આજે સાંજે છ વાગ્યા સુધીમાં નવા કુલ ૪૩ પોઝીટીવ કેસો નોંધાયા છે. જે સાથે સુરત શહેરના કુલ કેસોની સંખ્યા ૧૪૭૬ કેસો નોંધાયા છે. જે સાથે પોઝીટીવ કેસ રેટ ૬.૮ ટકા થયો છે. આજે સૌથી વધુ ૧૧ કેસ લીંબાયત ઝોનમાં નોંધાયા છે. હાલ લીંબાયત, ઉધના અને કતારગામ ઝોન વિસ્તારમાં કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાય રહ્યો છે.  

આજે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જે સાથે કુલ આંક ૬૬ થયો છે. તો સુરતનો મૃત્યુદર ૪.૫ ટકા રહ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં સૈયદપુરા ખાતે રહેતા જુલેવા અબુબેકર મેમણનું મૃત્યુ થયું છે. જેમને બ્લડપ્રેસરની બીમારી હતી. જયારે આજે કુલ ૨૮ લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ૧૩લોકો સમરસ ખાતેથી અને ૧૫ લોકો નવી સિવિલ ખાતેથી ડીસ્ચાર્જ થયા છે. જે સાથે આજ સુધીમાં કુલ ૧૦૧૩ લોકો ડીસ્ચાર્જ થયા છે. આજે કોરોના સામે જંગ જીતનાર લોકોની સંખ્યા ૧ હજારને પાર થઇ ગઈ છે. હાલ સમરસ કવોરંટાઈન સેન્ટરમાં ૫૮ જેટલા લોકો સારવાર લઇ રહ્યા છે. તેમજ શહેરના અલગ અલગ ઝોનમાં આવેલ સેન્ટરમાં ૫૮૪ જેટલા લોકો સારવાર હેઠળ છે. તો શહેરમાં ૭ હજારથી વધુ લોકો હોમ કવોરંટાઈન હેઠળ છે.

::::: ઝોન વાઈઝ લીસ્ટ :::::