Page Views: 9461

કતારગામ ગજેરા વિદ્યા ભવનમાંથી વાલીઓને ફી ભરવા માટે ફોન કરાતા હોબાળો

શાળાના આચાર્યએ કહ્યુ ધો-9 અને 11ના વિદ્યાર્થીના વાલીઓને એડમીશન કન્ફર્મ કરાવી જવા ફોન કરાયા છે વાલીઓમાં ગેરસમજ થઇ હોવાથી પ્રશ્ન ઉભો થયો –કેટલાક વાલીઓએ શિક્ષણ મંત્રીને ફરિયાદ કરી

સુરત-29-5-2020
શહેરના કતારગામ ખાતે આવેલી ગજેરા વિદ્યા ભવનમાંથી વિદ્યાર્થીઓના વાલીઓને બાકી શિક્ષણ ફી ભરી જવા માટે ફોન કરવામાં આવતા આજે બપોર બાદ વાલીઓ ગજેરા વિદ્યા ભવન ખાતે દોડી ગયા હતા. વાલીઓએ એકત્ર થઇને હોબાળો મચાવ્યો હતો તેમજ છેલ્લા બે મહિનાથી વેપાર ધંધા બંધ છે ત્યારે ફી કઇ રીતે ભરી શકીએ એવો સવાલ કર્યો હતો. બીજી તરફ કેટલાક વાલીઓએ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ફોન કરી અને ગજેરા સ્કૂલ દ્વારા ફી ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદ પણ કરી હતી. જો કે, આ મામલે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, અમે જે વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 11માં એડમીશન લેવાનું છે તેમને તેમનું એડમીશન કન્ફર્મ કરી જવા માટે ફોન કર્યા હતા. વાલીઓ પાસે ફી ઉઘરાવવા માટે કોઇ પ્રકારની વાત કરવામાં આવી નથી.