Page Views: 3027

સતત લોકડાઉનના બે મહિના બાદ પણ રોજગાર બંધ રહેતા રિક્ષાચાલકો આર્થિક મુશ્કેલીમાં

આગામી લોકડાઉનમાં સરકાર છૂટછાટ આપે તેવી રિક્ષાચાલકોની માંગ

સુરત-28-05-2020

હાલ સુરત સહીત સમગ્ર દેશ કોરોનાનો સામનો કરી રહ્યું છે. અને કોરોનાની સામે લડવા માટે લોકડાઉનની સાથે સોશિયલ ડીસ્ટનસિંગ, માસ્ક આપણા હથિયાર છે. જયારે સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. જે વધારતા હાલ લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. જોકે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જે સાથે લોકો દ્વારા ધીમી ગતિએ વેપાર શરુ કરવામાં આવ્યો છે.

જોકે હજુ પણ નાના અને મધ્યમ વર્ગ લોકો કે જેમના વેપાર-ધંધા શરુ ન થવાને કારણે તેઓ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે. જેમના એક રિક્ષા ચાલકો પણ છે. શહેરમાં રિક્ષા ચલાવતા લોકો નાના અને મધ્યમ વર્ગના છે. તમામ ધંધાર્થીઓની જેમ રિક્ષા ચાલકોનો પણ ધંધો લોકડાઉનને કારણે બે મહિનાથી બંધ છે. જે ચોથા લોકડાઉનમાં પણ બંધ છે. જેને કારણે રિક્ષા ચાલકોનો પરિવાર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. આગામી ૩૧મી તારીખ બાદ લોકડાઉન લંબાવવામાં આવે અને તેમાં છૂટછાટ આપવામાં આવે તો તેમાં રિક્ષા ચાલકોનો પણ સમાવેશ કરાય તેવી સરકાર પાસે રિક્ષા ચાલકો માંગ કરી રહ્યા છે. જેથી તેમનો ધંધો શરુ થતા તેમની આર્થિક મુશ્કેલી થોડી દુર થઇ શકે.