Page Views: 11887

સુરત શહેરમાં નવા ૪૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ : કુલ આંક ૧૪૨૪ થયો

લીંબાયત ઝોનમાં સૌથી વધુ ૧૪ કેસ નોંધાયા : ૫૦ વર્ષથી ઓછી ઉમર ધરાવતા ૧૫ લોકોનું આજ સુધીમાં મૃત્યુ થયા

સુરત-28-05-2020

સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાય રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસ સુધી ૩૦ થી ૩૫ સુધી પોઝીટીવ કેસો નોંધાયા બાદ આજે સાંજે છ વાગ્યા સુધીમાં નવા કુલ ૪૪ પોઝીટીવ કેસો નોંધાયા છે. જે સાથે સુરત શહેરના કુલ કેસોની સંખ્યા ૧૪૨૪ કેસો નોંધાયા છે. જે સાથે પોઝીટીવ કેસ રેટ ૬.૭ ટકા થયો છે. આજે સૌથી વધુ ૧૪ કેસ લીંબાયત ઝોનમાં નોંધાયા છે.   

આજે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જે સાથે કુલ આંક ૬૫ થયો છે. લીંબાયત ઝોનમાં આવેલ પદ્માવતી સોસાયટી ખાતે રહેતા દાઉદ ઇશા પટેલનું મૃત્યુ થયું છે. જેઓ અન્ય બીમારીથી પણ પીડાય રહ્યા હતા. જયારે જે ૬૫ લોકોનું હાલ સુધીમાં મૃત્યુ થયું છે. જેમાંથી ૫૦ ટકા લોકોને કોરોનાની સાથે અન્ય બીમારી ધરાવતા હતા. તો ૫૦ વર્ષથી ઓછી ઉમર ધરાવતા ૧૫ લોકોનું આજ સુધીમાં મૃત્યુ થયું છે. આજે કુલ ૨૫ લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જે સાથે આજ સુધીમાં કુલ ૯૮૫ લોકો ડીસ્ચાર્જ થયા છે.

::::: ઝોન વાઈઝ લીસ્ટ :::::