Page Views: 4144

માણકાનો ઘા પાણકા જેવો- ફિરોઝ ઇરાની સાથે ચેમ્બર અગ્રણીઓની વિચાર ગોષ્ઠી

ગુજરાતી વાર્તાઓએ ફિલ્મોને ટકાવી રાખવામાં મોટું યોગદાન આપ્યુ છે


 
સુરતઃ-28-5-2020
 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગઇકાલે સાંજે ૬:૦૦ કલાકે વિડિયો કોન્ફરન્સ (વેબીનાર)ના માધ્યમથી રંગમંચ તથા ફિલ્મોના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક  ફિરોઝ ઇરાની સાથે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સ્વીત્ઝરલેન્ડથી ફિરોઝ ઇરાનીએ ગુજરાતી ફિલ્મોના વિતેલા સુવર્ણકાળ તથા વર્તમાન અને ભવિષ્ય વિશે મહત્વની ચર્ચા કરી ફિલ્મોમાં ભજવેલા નેગેટીવ રોલની ભૂમિકા તેમજ સાથી કલાકારો સાથેના અનુભવો વર્ણવ્યા હતા.
 ચેમ્બરના ઉપપ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યુ હતુ કે, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીની સાથે સંકળાયેલા ચેમ્બરના સભ્યો લોકડાઉનને કારણે ધંધા–રોજગારથી દૂર રહીને ઘરોમાં કંટાળી ગયા છે ત્યારે આજના વેબીનાર થકી તેઓને હળવાશની પળોમાં આનંદ મેળવવાની તક મળશે. ગુજરાતી ફિલ્મના પ્રોડકશન માટે ડાંગ, આહવા, સાપુતારા સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં શુટીંગ કરવા માટે ઘણી તકો રહેલી છે. ઘણા યુવાઓ આ દિશામાં ટ્રેનીંગ પણ લઇ રહયાં છે.
 અભિનેતા ફિરોઝ ઇરાનીએ જણાવ્યુ હતુ કે, મુંબઇમાં મારા પિતાની ડ્રામા કંપની હતી. આઠ વર્ષનો હતો ત્યારે જ છોરુ કછોરુ નાટકમાં આઠ વર્ષના બાળકનો રોલ ભજવવાનો હતો. પિતાએ કહયુ એટલે મે નાટકમાં કામ કર્યુ. ફર્સ્ટ શોમાં જયારે ટ્રાયસિકલ ઉપર ગયો ત્યારે લોકોની ભીડ જોઇને હું પાછો જતો રહયો હતો પરંતુ પિતાએ મને હિંમત આપી એટલે હુ ફરીથી સ્ટેજ પર ગયો અને ડાયલોગ બોલવા માંડયો એટલે બધો ભય જતો રહયો હતો. કાદર ખાન સાહેબ સાથે પણ પ્લે કર્યો હતો અને તેમની સાથે ઘણુ શીખવા મળ્યુ હતુ. કેમેરાના બેકસાઇડમાં રહયો એટલે સ્ટેજ અને ફિલ્મોનો તફાવત સમજાઇ ગયો હતો. આ બધા પ્લેમાં કામ કરવાથી કોન્ફીડન્સ આવ્યો ત્યારબાદ ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનુ શરૂ કર્યુ હતુ.
 તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, તમારી થોડી ઘણી ઓળખાણથી તમને ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી તો મળી જાય પછી મેરીટ વગર તમે આગળ વધી ન શકો. અભિનય બાદ આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે પણ મે કામ કર્યુ હતુ. પબ્લીકની સાથે ઇન્વોલ્વ થવાની અલગ જ મજા આવતી હતી એટલે અભિનય કરવામાં કન્ટીન્યુ કર્યુ હતુ. એકટીંગ એક પ્રકારનું ગાંડપણ હોય છે. તે સમયે ગુજરાતી ફિલ્મમાં વિલનનો રોલ કરતા અભિનેતાઓ લાઉડ્‌લી એકટીંગ કરતા હતા. પણ મારે શાંત રીતે અભિનય કરવાનો હતો. ડાયરેકટર તરીકે નિમેષભાઇ અને અરૂણ ભટ્ટની ફિલ્મોમાં વિલનનો રોલ ભજવ્યો હતો. ‘લોહીની સગાઇ’માં બ્લેકમેલરનો રોલ મળ્યો અને આ ફિલ્મથી મને વિલન તરીકે જબરજસ્ત પ્લેટફોર્મ મળી ગયુ હતુ.
  ફિરોઝ ઇરાનીએ જણાવ્યુ હતુ કે, પહેલા ગુજરાતી ફિલ્મનો સુવર્ણકાળ હતો. પહેલા ડાકુઓની કથા પરથી ફિલ્મ બનતી હતી. અત્યારે બધા સ્ટોરીની બહુ થીમલાઇન પકડે છે એટલે કલાઇમેકસ સુધી વાર્તા બેસી જાય છે. થોડીક ફિલ્મો ચેન્જઓવર સાથે આવતી એટલે હીટ થઇ જતી હતી. વચ્ચેના સમયગાળા દરમિયાન ફિલ્મમાં પ્રોડક્‌શન મેનેજર કે ડ્રેસમેન રહયા હોય એવા લોકો પ્રોડયુસર બની જતા હતા. આ સમયમાં પ્રોડયુસર આવતા અને ગમે ત્યાંથી રૂપિયા લગાવીને રિવેન્જવાળી સ્ટોરી બનાવતા હતા પણ તેમાં કોઇ દમ રહેતો ન હતો. વાર્તાઓએ જ ફિલ્મોને બચાવી છે. ટેકનીકલી બે શોટ ઓછા લીધા હશે તો પણ ફિલ્મ સફળ થઇ છે. સ્ટોરી અને કેરેકટરના ઇન્વોલ્વમેન્ટના કારણે જ પ્રેક્ષકો ફિલ્મોને પસંદ કરે છે અને ફિલ્મો લાંબી ચાલે છે.
 સાથી કલાકારો વિશે તેમણે જણાવ્યુ હતુ કે, નસીરૂદીન શાહ અને પરેશ રાવલ કેરેકટરમાં જબરજસ્ત ઇન્વોલ્વ થઇ જતા હતા. તે સમયે હિન્દી ફિલ્મોના જાણીતા કલાકારો જેવા કે નસીરૂદીન શાહ, સ્મિતા પાટીલ અને ઓમપુરી વિગેરે ડાયરેકટરને માન આપીને ગુજરાતી ફિલ્મોમાં નાનકડો રોલ ભજવવા માટે પણ તૈયાર થઇ જતા હતા. પહેલા એકજ સ્થળે આઠ–દસ સીન ભજવી લેવાતા હતા, પરંતુ અત્યારે ટેકનીકલ આસ્પેકટ્‌સ ઘણા બદલાઇ ગયા છે. વાર્તા જો પાવરફુલ હોય તો ફિલ્મમાં સોલ આવતુ હોય છે. હું ત્યારે પણ પબ્લીકમાંથી કેરેકટર ઉપાડતો હતો. મારા મલબારી કેરેકટર અને રાજસ્થાની કેરેકટર જબરજસ્ત પીકઅપ થઇ ગયા હતા.
 તેમની સાથેનો એક અનુભવ વર્ણવતા તેમણે કહયુ કે, અમદાવાદ ખાતે નસીબદાર ફિલ્મના પ્રિમીયરમાં હુ અને અસરાની સાહેબ વિગેરે બધા ઉભા હતા. તે સમયે એક ડોશી મા હાથમાં ચપ્પલ લઇને આવી અને મને ગાળો આપવા લાગી હતી. મે બે હાથ જોડીને ઉભો રહયો અને તેમને સાંભળતો રહયો હતો. ત્યારબાદ ફિલ્મ વિશે અને મારા નેગેટીવ રોલ વિશે આખી સમજણ પાડી એટલે તેઓ શાંત થઇને જતા રહયા હતા.
 તેમણે વધુમાં કહયુ હતુ કે, માત્ર ભારત પૂરતુ સીમિત નહીં પણ વિશ્વ કક્ષાએ પ્રોત્સાહન મળે એ રીતે  કામ કરવાનુ છે. હુ અત્યારે પણ મારા પરફોર્મન્સને સ્ટુડન્ટ તરીકે ધ્યાનમાં રાખુ છુ. પ્રેક્ષકો ન હોય તો એકટર શું કરી શકે છે. કેમેરો કોઇ દિવસ કોઇની શરમ નથી રાખતો. નસીબદાર ફિલ્મમાં ચેલેન્જીંગ રોલ ભજવ્યો હતો. જુલ્મ કો જલા દુંગા ફિલ્મમાં નસીરભાઇની સામે વિલનનો રોલ કર્યો હતો. ખુન–પસીના ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે કામ કર્યુ હતુ. તેમણે કહયુ કે, પહેલા ગુજરાતી ફિલ્મો બનાવતું એક ગૃપ હતુ કે જે માત્ર અમદાવાદ જ શુટીંગ માટે પહોંચી જતુ હતુ પણ અત્યારે અમે પ્રોડયુસરોને સુરતની આજુબાજુ ફિલ્મો કરવાનુ કહીએ છીએ.
 ગુજરાતી ફિલ્મોના ડિરેકટર પરેશ વોરાએ વેબીનારનું સંચાલન સુપેરે પાર પાડયુ હતુ. ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના હેડ મૃણાલ શુક્‌લ અને ચેમ્બરની યુનિવર્સિટી લાયઝન કમિટીના ચેરમેન મનિષ કાપડીયાએ પ્રાસંગિક વિધી કરી હતી. અંતે ચેમ્બરના માનદ્‌ મંત્રી ધીરેન થરનારીએ સર્વેનો આભાર માની વેબીનારનું સમાપન કર્યુ હતુ.