Page Views: 11858

દક્ષિણ ગુજરાતે આપેલા મહાનતમ ફિલ્મકાર મેહબૂબ ખાન

મહેબુબ ખાનને ફિલ્મ મધર ઇન્ડિયા માટે હંમેશા યાદ કરાશે

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

હિન્દી ફિલ્મોના આરંભ કાળના આધારશીલા સમાન મહાન નિર્માતા અને કોઠાસુઝવાળા દિગ્દર્શક મેહબૂબ ખાનની ૫૬મી પુણ્યતિથિ. ૨૮ મે, ૧૯૬૪ના રોજ મુંબઈમાં માત્ર ૫૭ વર્ષની ઉમરે જન્નતનશીન થયેલાં મેહબૂબ ખાન બીલીમોરામાં જન્મ્યા હતા. તેઓ તેમની જ નહીં, ભારતની મહાન ફિલ્મ મધર ઇન્ડિયાદ્વારા હંમેશા યાદ રહેશે. જેને માટે તેમને શ્રેષ્ઠ નિર્માતા અને શ્રેષ્ઠ નિર્દેશક એવાં બે ફિલ્મફેર એવોર્ડ્સ તો મળ્યાં જ હતાં પણ એમની એ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે ભારતની એન્ટ્રી પણ બની હતી. તેમણે પોતાની ફિલ્મ કંપની મેહબૂબ પ્રોડક્શન અને ૧૯૪૫માં તેમનો મેહબૂબ સ્ટુડીઓમુંબઈના બાન્દ્રા મુકામે સ્થાપ્યો હતો. મેહબૂબ ખાને ૨૪ ફિલ્મોનું નિર્દેશન, સાત ફિલ્મોનું નિર્માણ, ચાર ફિલ્મોમાં અભિનય અને બે ફિલ્મોનું લેખન કાર્ય કર્યું હતું.

મેહબૂબ ખાન રમઝાન ખાન રૂપે તેમનો જન્મ ૯ સપ્ટેમ્બર, ૧૯૦૭માં બીલીમોરાના લુહાર પરિવારમાં થયો હતો. ઘોડાના પગની નાળ બનાવવાના તેઓ નિષ્ણાત હતા. ફિલ્મ નિર્માતા અને ફિલ્મોમાં ઘોડા સપ્લાય કરતા નૂર મુહોમ્મદ શિપ્રા મેહબૂબને તેમના તબેલાના ઘોડાની નાળ રીપેર કરવા માટે મુંબઈ લઇ ગયા હતા. દક્ષિણના ડિરેક્ટર ચંદ્રશેખર એક ફિલ્મનું નિર્દેશન કરતા હતા ત્યારે યુવાન મેહબૂબે તેમાં દાખવેલા રસને કારણે ચંદ્રશેખરે શિપ્રાજીને કહેલું કે આ મેહબૂબને મને સોંપો, મારે કામના છે. આમ મેહબૂબજી ચંદ્રશેખરના નાના-મોટા ફિલ્મી  કામ કરનારા સહાયક નિર્દેશક બન્યા હતા. એ મૂંગી ફિલ્મોનો જમાનો હતો. ત્યારેઅરદેશર ઈરાનીની ઈમ્પીરીયલ કંપનીમાં મેહબૂબ એકસ્ટ્રા રૂપે કામ કરતા હતા.

ફિલ્મો બોલતી ૧૯૩૧માં થઇ. સાગર ફિલ્મ કંપની માટે યુવાન મેહબૂબ ખાને ૧૯૩૫માં અલ હિલાલ યાને જજમેન્ટ ઓફ અલ્લાહનું નિર્દેશન કર્યું. એમના નિર્માણમાંડેક્કન ક્વિન’, ‘એક હી રાસ્તાઅને અલીબાબાબની. પછી ૧૯૪૦માં તેમણે ઔરતબનાવી. અહીં તેઓ સારા નિર્દેશક હોવાના પુરાવા હતાં. ૧૯૪૫માં તેમણે પોતાનો મેહબૂબ સ્ટુડીઓ સ્થાપ્યો, જે વર્ષો સુધી મુંબઈની ઓળખ બની રહ્યો. ૧૯૪૬માં તેમણે મ્યુઝીકલ હીટ અનમોલ ઘડીબનાવી, જેમાં સિંગિંગ સ્ટાર્સ સુરેન્દ્ર, નૂરજહાં અને સુરૈયા હતાં. તો વધુ મોટી ફિલ્મ રૂપે ૧૯૪૯માં આવી દિલીપ કુમાર, રાજ કપૂર અને નરગિસની અંદાઝ’. તો વધુ એક મોંઘી રંગીન ફિલ્મ રૂપે આનઆવી, દિલીપ કુમાર મધુબાલા નિમ્મીની અમરઆવી અને મહાકાવ્ય સમી મધર ઇન્ડિયા’ (૧૯૫૭) આવી. ‘મધર ઇન્ડિયાએ તેમણે જ ૧૯૪૦માં બનાવેલી ઓરતની નવી મોટી આવૃત્તિ હતી. મેહબૂબ ખાનની છેલ્લી ફિલ્મ સન ઓફ ઇન્ડિયા’ (૧૯૬૪) બની રહી. તેમની આરંભની ફિલ્મો ઉર્દુમાં રહેતી, જે છેલ્લે હિન્દી તરફ વળી. એમની હુમાયું’, ‘અનમોલ ઘડીઅને તકદીરના લેખક તેમના મિત્ર આગાજાની કશ્મીરી અને અભિનેત્રી નરગિસ હતાં. તેઓએ એકમેકના વિકાસમાં ખુબ ફાળો આપ્યો હતો.

મેહબૂબ ખાને બે વાર લગ્ન કર્યા હતાં. પહેલાં પત્ની ફાતિમા સાથે તેમને ત્રણ દીકરા ઐયુબ, ઇકબાલ અને શૌકત હતા. ફાતિમાથી છુટા થઈને મહેબૂબ ખાને અભિનેત્રી સરદાર અખ્તર સાથે ૧૯૪૨માં લગ્ન કર્યા હતા. જેમને કોઈ સંતાન નહોતા. તેમણે સાજીદ ખાનને દત્તક લીધા હતા, જેમણે હિન્દી અને વિદેશી ફિલ્મોમાં કામ કર્યું હતું.

૨૮ મે, ૧૯૬૪ના રોજ મુંબઈમાં માત્ર ૫૭ વર્ષની ઉમરે મેહબૂબ ખાન આ ફાની દુનિયાને છોડી ગયા. તેમનું નિધન ભારતના લોકપ્રિય વડાપ્રધાન પંડિત નેહરુના નિધનના બીજા દિવસે થયું હતું.

મેહબૂબ ખાનને અનેક મોટા કલાકારોને સ્થાપિત કરનારા નિર્માતા નિર્દેશક તરીકે પણ યાદ કરાશે. જેમાં સુરેન્દ્ર, દિલીપ કુમાર, રાજ કપૂર, સુનીલ દત્ત, રાજેન્દ્ર કુમાર, રાજ કુમાર, નરગિસ, નિમ્મી કે નાદિરા જેવાં સ્ટાર્સને યાદ કરી શકાય. બીલીમોરાના આ લગભગ અશિક્ષિત યુવાન ૧૯૬૧માં બીજા મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલની જ્યુરીના સભ્ય હતા! તેઓ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પણ રહ્યા હતા. ખાન સાહેબ પર હોલીવૂડની ફિલ્મોની અસર જોવા મળતી. એ સમયના મોટા સેટ, સ્ટાઈલ તેમાં જોવા મળતાં. ગરીબોનું શોષણ, વર્ગ વિગ્રહ કે જુના રીવાજો તોડવાના તેમની ફિલ્મોના વિષય રહેતાં. તેમને સરકારે હિદાયતકાર--આઝમનામથી નવાજ્યા હતા. ૨૦૦૭માં તેમના જન્મ દિને ભારતીય પોસ્ટલ વિભાગે મેહબૂબ સ્ટુડીઓમાં મેહબૂબ ખાનની ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

મેહબૂબ ખાન નિર્દેશિત યાદગાર ગીતો: આવાઝ દે કહાં હૈ, આજા મેરી બરબાદ મોહબ્બત, જવા હૈ મોહબ્બત, ઉડન ખટોલે પે ઉડ જાઉં, ક્યા મિલ ગયા ભગવાન, મેરે બચપન કે સાથી મુઝે ભૂલ ન જાના અનમોલ ઘડી, ભૂલને વાલે યાદ ન આ અનોખી અદા, ઝૂમ ઝૂમ કે નાચો આજ, કોઈ મેરે દિલ મેં, હમ આજ કહીં દિલ, તુ કહે અગર, ઉઠાયે જા ઉનકે સિતમ, તૂટે ના દિલ તૂટે ના, તોડ દિયા દિલ મેરા, ડર ના મોહબ્બત કર લે અંદાઝ, માન મેરા એહસાન, દિલ મેં છુપાકર પ્યાર કા, તુઝે ખો દિયા હમને, મોહબ્બત ચૂમે જીનકે હાથ, ટકરા ગયા તુમસે, ખેલો રંગ હમારે સંગ આન, જાનેવાલે સે મુલાકાત, ન મિલતા ગમ તો, ઇન્સાફ કા મંદિર હૈ યે અમર, ચુન્દરીયા કટતી જાયે રે, નગરી નગરી દ્વારે દ્વારે, દુનિયા મેં હમ આયે હૈ તો, ઓ ગાડીવાલે ગાડી, મતવાલા જીયા, દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, હોલી આઈ રે કન્હાઈ, પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયા, ઘૂંઘટ નહીં ખોલુંગી, ઓ મેરે લાલ આજા, ના મૈ ભગવાન હું મધર ઇન્ડિયા, આજ કી તાજા ખબર, આજ છેડો મોહબ્બત કી, નન્હા મુન્ના રાહી હું, જીંદગી આજ મેરે નામ સે, દિલ તોડનેવાલે સન ઓફ ઇન્ડિયા.