Page Views: 20102

પાંચમા તબક્કાના લોક ડાઉનનું કાઉન્ટ ડાઉન શરૂ – વધુ છૂટછાટ અપાશે

કરફ્યુના સમયમાં ફેરફાર થશે રાત્રે નવથી સવારે છ સુધી લાગુ કરાશે કરફ્યુ

ગાંધીનગર-28-5-2020

રાજ્યમાં ચોથા તબક્કાનું લોક ડાઉન પુર્ણ થવા પર છે ત્યારે પાંચમા તબક્કાના લોક ડાઉનમાં કેવી અને કેટલી છુટ મળશે તેના પર હાલમાં ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવ્યા બાદ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.   ૧ જૂનથી શરુ થનારું લોકડાઉન કેવું હશે તેની ચર્ચા અને અટકળો અત્યારથી જ શરુ થઈ ગઈ છે. ગુજરાત સરકાર પણ લોકડાઉન ૫.૦માં કેવી અને કેટલી છૂટછાટો આપવી તેનો નિર્ણય કેન્દ્ર સરકાર ગાઈડલાઈન્સ બહાર પાડે ત્યારબાદ લેશે.

જે રીતે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તેને જોતા લોકડાઉન ૫.૦ આવવાનું લગભગ નક્કી જ છે. જોકે, આર્થિક ગતિવિધિઓને ફરી ધમધમતી કરવા અને લોકોની નાણાંકીય સંકડામણ દ્યટે તે માટે તેમાં વધુ છૂટછાટો મળે તેવી શકયતા છે. સીએમે આ અંગે મંત્રીઓ અને વિભિન્ન સમાજના આગેવાનો પાસેથી ફીડબેક પણ મેળવ્યો છે. જેના આધારે લોકડાઉન બે-ત્રણ સપ્તાહ માટે લંબાવાઈ શકે છે. લોકડાઉન ૫.૦માં સરકાર દુકાનોને સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપી શકે છે. હાલ સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી જ તેની પરવાનગી છે. આ ઉપરાંત, હાલ સાંજના સાતથી સવારના સાત સુધી રખાતા કરફ્યુનો સમયગાળો પણ ઘટાડીને રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધીનો કરી શકાય છે. રેડ ઝોન્સમાં પણ થોડી ઢીલ મળી શકે છે. આ ઉપરાંત, ધાર્મિક સ્થળોને પણ શરતી છૂટછાટો મળી શકે છે.

ગુજરાતમાં લોકડાઉનમાં છૂટ અપાઈ છે તે દરમિયાન પણ કોરોનાના કેસ સતત વધી રહહ્યા છે. બુધવાર સુધીમાં રાજયમાં ૩૭૬ નવા કેસ સાથે કુલ દર્દીઓનો આંકડો ૧૫,૨૦૩ થઈ ગયો છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી બાદ ૧૫ હજારના આંકડાને વટાવનારું ગુજરાત ચોથું રાજય બન્યું છે. રાજયમાં કોરોનાને લીધે અત્યારસુધી ૯૩૮ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. એક વાત ચોક્કસ છે કે, લોક ડાઉન 5 લાગુ તો થશે પરંતુ તેમાં મહત્તમ છુટ આપીને રાજ્ય સરકાર જન જીવનને પુનઃ ધબકતું કરવા માટે અનેક નિર્ણયો કરશે.

????