Page Views: 3663

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૯૬ કેસ પોઝીટીવ : કુલ આંક ૧૩,૬૬૯ થયો

૨૭ લોકોના મોત; ૨૮૯ લોકો ડીસ્ચાર્જ થયા : ૭૩ દર્દીઓ વેન્ટિલેટર પર

અમદાવાદ-23-05-2020

ગુજરાત સહીત દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જયારે કુલ કેસોની સંખ્યા ૧૩૫૦૦ને પાર થઇ ગઈ છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યભરમાં નવા ૩૯૬ જેટલા પોઝીટીવ કેસ નોંધાયા છે. જેથી કુલ કેસોની સંખ્યા ૧૩,૬૬૯ થઇ ગઈ છે. જયારે ૨૭ લોકોના મોત થયા છે. જેને કારણે મૃત્યુઆંક ૮૨૯ પર પહોંચી ગયો છે. તો આજે ૨૮૯ જેટલા લોકો સ્વસ્થ થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી રાજ્યમાં કુલ ૬૧૬૯ જેટલા લોકો આજ સુધીમાં ડીસ્ચાર્જ થયા છે. જેથી રાજ્યનો રીકવરી રેટ ૪૫ ટકા નજીક નોંધાયો છે. જયારે ૭૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે સારવાર લઇ રહેલ ૬૫૯૮ દર્દીઓની હાલત સ્થિર છે.

જયારે જીલ્લા વાઈઝ આંકડા જોઈએ તો સૌથી વધુ કેસોની સંખ્યા અમદાવાદમાં નોંધાઈ છે. આજે ૨૭૭ જેટલા કેસો અમદાવાદમાં પોઝીટીવ આવ્યા છે. જયારે વડોદરામાં ૩૫ કેસ પોઝીટીવ નોંધાયા છે. તો સુરતમાં ૨૯ કેસ પોઝીટીવ નોંધાયા છે. તો ગાંધીનગરમાં ૯,  જૂનાગઢ ૮, ગીર-સોમનાથ ૬, અવલ્લીમાં ૫ કેસ નોંધાયા છે. જયારે રાજકોટ-મહેસાણામાં ૪-૪ કેસ આવ્યા છે. જયારે આણંદ-તાપીમાં ૩-૩ કેસ નોંધાયા છે. મહીસાગર, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ૨-૨ કેસો નોંધાયા છે. જયારે મોરબી, પોરબંદર, નવસારીમાં એક-એક કેસ આવ્યા છે. જે મળીને આજે કુલ ૩૯૬ કેસ નોંધાયા છે.