Page Views: 4078

સુરત જીલ્લામાં કુલ ૯૨ પોઝીટીવ કેસ : ૫૦ લોકો સ્વસ્થ થયા

જિલ્લામાં આજે નવો કોઈ કેસ નહિ - સર્વે અને આરોગ્યની ૧૭૫ ટીમ કાર્યરત

સુરત-23-05-2020

સુરત જિલ્લામાં આજ સુધી કુલ ૫૦ દર્દીઓને સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૯૨ હતી, જેમાં આજે નવો કોઈ કેસ નોંધાયો નથી તેથી આજ સુધી  કુલ ૯૨ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. કુલ ૮૩૮૮ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૯૨ પોઝિટીવ અને ૮૨૫૧ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે.

૪૨ એક્ટિવ ક્લસ્ટર જેમાં, અંધાત્રી, બડતલ-સરકુઇ, જુના કાકરાપાર, ચોખવાડા, ખોડાંબા, કાની, સાંધિયેર, દખણવાડ(દેવધ), ઝંખવાવ, નસારપુરા, કડોદરા, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી (ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી (ગાયત્રી નગર), વરેલી (દત્ત કૃપા), વરેલી (શાંતિ નગર), વરેલી (વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર (તાઈવાડ), વિહારા, ચલથાણ, ભટગામ, નવી પારડી, વલથાણ (શિવશક્તિ), નવા ચકરા, શામપુરા, લીંડીયાત, કપ્લેથા, લાજપોર(કોળીવાડ), લાજપોર (પોપડીયુ ફળિયુ), ઇચ્છાપોર (ઘંટી ફળિયુ), લસકાણા, રાજવડ, નનસાડ, કરચેલિયા, વરેલી (મનમંદિર કોમ્પ.), ગંગાધરા (ક્રિષ્ણા  વેલી), કરચકા, કોસંબા કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૮૭૫૧ ઘરો અને કુલ વસ્તી ૮૦,૨૯૯ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૭૫ ટીમ કાર્યરત છે. 

નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૨૬૬૪ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૯૭ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૮૬૧ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૩૫૭ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૨૫૦૩ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.