Page Views: 10357

લ્યો બોલો મુંબઈથી નીકળેલી શ્રમિક ટ્રેન ઉત્તરપ્રદેશની જગ્યાએ ઓરિસ્સા પહોચી

નવાઈની વાત તો એ છે કે ઓરિસ્સા પહોચી ગયા સુધી કોઈને ખબર પણ ન પડી

નવીદિલ્હી-23-05-2020

દેશભરમાં એક રાજ્યમાંથી કામ માટે અન્ય રાજ્યમાં ગયેલા શ્રમિકોને વતન પહોંચાડવા માટે ૨૩૦૦થી વધુ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી છે. જોકે આ હજારો દોડાવવામાં આવેલ ટ્રેન વચ્ચે ગફલતો પણ થઈ રહી છે. એક ભૂલ એવી થઇ હતી કે નાના બાળકો દ્વારા થઇ હોય. મુંબઈથી શ્રમિકોને લઈને ઉત્તરપ્રદેશ જવા નીકળેલી ટ્રેન ઉત્તરપ્રદેશની જગ્યાએ ઓર્રીસ્સા પહોચી ગઈ હતી. જેને કારણે હજારો શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા હતા.

શ્રમિકોને વતન પહોચાડવા માટે રેલ્વે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડાવાવમાં આવી રહી છે. લગભગ અત્યાર સુધીમાં ૨૩૦૦થી વધુ ટ્રેનો દોડાવાવમાં આવી ચુકી છે. જયારે આટ આટલી દોડાવવામાં આવેલ ટ્રેનોમાં ભૂલ થઇ છે. પરંતુ આવી કોઈ ભૂલ થઈ નથી. જેવી મુંબઈથી નીકળેલી ટ્રેનમાં થઇ છે. મુંબઈથી હજારો શ્રમિકોને લઈને ઉત્તરપ્રદેશના ગોરખપુર જવા માટે ટ્રેન રવાના થઇ હતી. જે ટ્રેન ગોરખપુર જવાની જગ્યાએ ઓરીસ્સાના રુરકેલા ખાતે પહોચી ગઈ હતી. ઓરિસ્સાના સ્ટેશન પર ઉતરતા જ શ્રમિકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જયારે આ ભૂલને કારણે હવે હજારો શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ભૂલને કારણે હવે તેમને ઓરિસ્સાથી યુપી જનારી ટ્રેનની રાહ જોવી પડશે.

આમાં બન્યું એવું કે તારીખ ૨૧મેના રોજ મુંબઈથી શ્રમિકોને લઈને ટ્રેન રવાના થઇ હતી. જે ટ્રેનને ટુંકા રસ્તા પરથી પસાર થવાનુ હતુ. પરંતુ રેલવેએ તેનો રૂટ બદલીને લાંબો કરી દીધો હતો. આ ટ્રેન આઠ રાજ્યોમાંથી પસાર કરીને ઓરિસ્સા પહોંચી ત્યાં સુધી કોઈનુ ધ્યાન પણ ગયુ ન હતું. જયારે આ ભૂલ ધ્યાને આવ્યા બાદ રેલવેએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડી રહી હોવાથી આ રૂટ પર બહુ ટ્રાફિક છે અને તેના કારણે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. જોકે આ ટ્રેન યુપીની જગ્યાએ ઓરિસ્સા કેવી રીતે પહોંચી તે અંગે રેલ્વે હાલમાં કશું કહેવા તૈયાર નથી.