Page Views: 3851

લદાખમાં ચીની સૈનિકોની ઘુસણખોરી સ્થિતિ તનાવભરી બની

ત્રણ સ્થળો પર ભારતીય વિસ્તારમાં ચીની સૈનિકોની હાજરી જોવા મળી

નવી દિલ્હી-23-5-2020

ભારત અને ચીનની વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગતિરોધ ઘણો જ વધી ગયો છે. ચીની સેનાનાં હજારો સૈનિકો ગલવાન રિઝનમાં 3 સ્થળે ભારતીય વિસ્તારમાં ઘુસી આવ્યા છે. ચીની સૈનિક પૈંગોંગ સો ઝીલથી અડીને આવેલા ફિંગર એરિયામાં બંકર બનાવી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીની સૈનિકો ના ફક્ત રણનીતિની દ્રષ્ટિએ પરંતુ અન્ય એક ખાસ ઉદ્દેશથી ભારતને ભારતીય ક્ષેત્રમાં જ રસ્તો બનાવવાથી રોકી રહ્યા છે.

 ઉલ્લેખનીય છે કે લદ્દાખ યૂરેનિયમ, ગ્રેનાઇટ, સોનું અને રેર અર્થ જેવી અમૂલ્ય ધાતુઓથી ભરાયેલું છે. પ્રાચીન કાળમાં 10 હજાર ઊંટો અને ઘોડાઓ દ્વારા લદ્દાખનાં રસ્તે ચીન સાથે વેપાર થતો હતો. લેહનાં રસ્તે આ ઊંટ અને ઘોડા ચીનનાં યારકંદ, સિનકિઆંગ અને તિબેટની રાજધાની લ્હાસા સુધી જતા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે મોટા પ્રમાણમાં વેપાર થતો હતો. લદ્દાખનાં જે ગલવાન રિઝનમાં જે જગ્યા પર ભારત અને ચીનની વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે, તેની ઠીક બાજુમાં ગોગરા પોસ્ટની પાસે ‘ગોલ્ડન માઉન્ટેન’ છે.

બંને દેશોની વચ્ચે તણાવપૂર્ણ સંબંધનાં કારણે આ વિસ્તારમાં પણ વધારે સર્વે નથી થયો, પરંતુ માનવામાં આવે છે કે અહીં સોના સહિત અનેક બહુમૂલ્ય ધાતુઓ છુપાયેલી છે. એટલું જ નહીં લદ્દાખનાં અનેક વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા યૂરેનિયમનાં ભંડાર મળ્યા છે. આનાથી ના ફક્ત પરમાણુ વીજળી બનાવી શકાય છે, પરંતુ પરમાણુ બૉમ્બ પણ બનાવી શકાય છે. વર્ષ 2007માં જર્મનીની લેબમાં પહાડોનાં નમૂનાની તપાસમાં ખુલાસો થયો હતો કે 5.36 ટકા યૂરેનિયમ મળ્યું હતુ. આ આખા દેશમાં અન્ય જગ્યાએ મળેલા યૂરેનિયમથી વધારે છે.

લદ્દાખ ભારતીય અને એશિયાઈ પ્લેટની વચ્ચે આવેલું છે. અહીં 50 થી 60 મિલિયન વર્ષ પહેલા બંને પ્લેટોની વચ્ચે ટક્કર બાદ હિમાલયનું નિર્માણ થયું હતુ. આ ઉભરેલા લદ્દાખનાં પહાડોને ભૂવૈજ્ઞાનિકો ખનિજ પદાર્થોથી સમૃદ્ધ ગણાવે છે. ચીનનાં નિયંત્રણવાળા વિસ્તારથી નજીક આવેલા નૂબ્રા-શ્યોક નદી ખીણમાં આવેલા ઉદમારું ગામથી આ યૂરેનિયમથી ભરેલા ગ્રેનાઇટનાં પથ્થર રિસર્ચ માટે જર્મની લઇ જવામાં આવ્યા હતા.આ જ પહાડમાંથી 0.31-5.36 ટકા સુધી યૂરેનિયમ અને 0.76-1.43 ટકા સુધી યૂરેનિયમ મળ્યું હતુ. આ યૂરેનિયમ કોબહિસ્તાન, લદ્દાખ અને દક્ષિણ તિબેટ સુધી ફેલાયેલું છે. આ પહેલા ચીન અરૂણાચલ પ્રદેશમાં ઉપર સુબંસિરી જિલ્લાથી માત્ર 15 કિમી દૂર પર સોના અને રેર અર્થનું ખોદકામ કરી ચુક્યું છે. આ સોનું તેને તિબેટનાં યુલમેડ ગામમાં મળ્યું હતુ. રિપોર્ટ પ્રમાણે ચીનને આ વિસ્તારમાંથી ઘણું જ સોનું અને ચાંદી મળ્યા છે. આની કુલ કિંમત લગભગ 60 અબજ ડૉલર છે.