Page Views: 1766

મહિધરપુરા અને મીની હીરા બજારમાં સેફ ડિપોઝીટ વોલ્ટ ખુલતા લોકો ઉમટી પડ્યા

ડાયમંડ એસો. દ્વારા પાલિકા કમિશનર અને ક્લેકટર પાસેથી સ્પેશ્યલ પરમીશન લેવામાં આવી હતી- જોખમ લેવા અને મુકનારાઓ ધોમ ધખતા તાપમાં શેકાયા

સુરત-23-5-2020

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા પાલિકા કમિશનર અને ક્લેકટરને રજૂઆત કરીને આજે શનિવારના રોજ એક દિવસ માટે શહેરના મહિધરપુરા અને વરાછા રોડ મીની હીરા બજાર ખાતે આવેલા સેફ ડિપોઝીટ વોલ્ટ સવારે નવ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી ઓપરેટ કરવાની પરવાનગી મેળવી હતી. આજે સવારથી જ મહિધરપુરા અને મીની હીરા બજાર ખાતે લોકરની બહાર હીરા દલાલો અને વેપારીઓએ લાંબી લાઇનો લગાવી દીધી હતી. મોટા ભાગના લોકો જોખમ લેવા માટે આવ્યા હતા તો કેટલાક લોકો જોખમ મુકવા માટે પણ આવ્યા હતા. બન્ને બજારોમાં સેફ ડિપોઝીટ વોલ્ટ આગળ બપોરના ધોમ ધખતા તાપમાં પણ વેપારીઓ અને હીરાના દલાલોએ લાંબી કતારો લગાવી હતી. સાંજે ચાર વાગ્યા સુધી લોકરમાં જોખમ લેવા મુકવાની કામગીરી ચાલુ રહી હતી.