Page Views: 150219

તો ગુજરાતમાં લોક ડાઉન-4 ની તમામ છૂટછાટ પાછી ખેંચાશે નાયબ મુખ્યમંત્રીની ચીમકી

રાજ્ય સરકારે આપેલી છુટનો લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે ઃ નીતિન પટેલ

ગાંધીનગર-23-5-2020

રાજ્યમાં છેલ્લા છ દિવસથી કોરોનાના લોક ડાઉનમાં મહત્તમ છૂટછાટ આપવામાં આવી છે અને તેમાં લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાની સંખ્યાબંધ ફરિયાદો ઉઠી છે. આવા સંજોગોમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકો પોત પોતાના ધંધા રોજગાર વ્યવસ્થિત રીતે ચલાવી શકે તે માટે શરતોને આધિન રાજ્ય સરકાર દ્વારા લોક ડાઉન ચારને લઇને મોટુ નિવેદન આપવામાં આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં જનજીવન સામાન્ય બને તેના માટે અપાયેલી છુટનો લોકો ગેર ઉપયોગ કરી રહ્યા હોય એવા સંખ્યાબંધ કિસ્સા જોવા મળ્યા છે. જાહેર આરોગ્ય સામે જોખમ ઉભુ થાય એ પ્રકારે લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે. રાજ્ય સરકાર જાહેર આરોગ્યના ભોગે કોઇ સમાધાન ઇચ્છતી નથી. જો રાજ્યના નાગરિકો દ્વારા આ પ્રમાણે જ નીયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો લોક ડાઉન 4 માં આપવામાં આવેલી તમામ છુટછાટ પાઠી ખેંચી લેવામાં આવશે. હજુ પણ સમય છે લોકો પોતાની આદતો સુધારે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત રાજ્ય સરકાર દ્વારા જે ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે તેનો ચોક્કસપણે અમલ કરવાનો રહેશે અન્યથા લોકડાઉનની છૂટછાટ સરકાર ગમે ત્યારે પાછી ખેંચી લેશે.