Page Views: 4404

આવતી કાલે બન્ને હીરા બજારમાં સેફ ડિપોઝીટ વોલ્ટ ખોલી શકાશે

સેફ ડિપોઝીટના માલિકો 33 ટકા સ્ટાફ સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખીને સવારે નવ થી સાંજે ચાર વાગ્યા સુધી સેફ ખુલ્લા રાખી શકશે

સુરત-22-5-2020

સુરત શહેરના મુખ્ય બે હીરા બજાર મહિધરપુરા અને વરાછા રોડ મીની હીરા બજાર વિસ્તારમાં આવેલા સેફ ડિપોઝીટ વોલ્ટ આવતી કાલ તારીખ 23-5-2020ના રોજ સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ કથિરીયાના જણાવ્યા પ્રમાણે, સુરત કલેકટર અને કમિશનર દ્વારા બન્ને હીરા બજારમાં સેફ ડિપોઝીટ વોલ્ટ ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. સાથો સાથ સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે અને 33 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાની શરત રાખવામાં આવી છે. કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા જે રૂલ્સ રેગ્યુલેશન નક્કી કરવામાં આવ્યા છે તેના પ્રમાણે જ આ છુટ આપવામાં આવી છે અને તેનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી રાખવા માટે પણ જણાવવામાં આવ્યુ છે.