Page Views: 14980

ઉધના પ્રભુ નગરમાં મોડી રાત્રે ફાયરીંગ એકને ઇજા

લાલી નામના વ્યક્તિએ ફાયરીંગ કરતા રાહુલ સીંગ નામના યુવાનને ઇજા

સુરત-22-5-2020

ઉધના પ્રભુ નગર ખાતે ગત રોજ રાત્રીના સમયે માથાભારે તત્વોએ આતંક મચાવ્યો હતો અને બે રાઉન્ડ ફાયરીંગ કરતા એક વ્યક્તિને ઇજા થઇ હતી. જેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઉધના પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, ઉધા પ્રભુ નગર ખાતે ગઇ રાત્રીના સાડા નવ વાગ્યાના સુમારે રાહુલ સીંગ અને આ વિસ્તારમાં રહેતા ચીકલીગરો વચ્ચે બોલાચાલી થઇ હતી. સેલિબ્રેશન માટે થયેલી આ બબાલમાં મામલો બિચક્યો હતો અને લાલી નામના એક વ્યક્તિએ રાહુલ સીંગ પર ફાયરીગં કર્યું હતું જેથી રાહુલ સીંગને પગમાં ગોળી વાગી હતી અને તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસને બનાવ અંગે જાણ થતા પોલીસે લાલી સહિત તેના અન્ય ત્રણ સાગરીતોને અટકાયતમાં લઇ તેમની પુછપરછ હાથ ધરી છે. જો કે, લાલીએ પોતે ફાયરીંગ ન કર્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. આ મામલે હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

0
 Advanced issue found