Page Views: 5938

સુરતમાં કોરોનાથી વધુ એકનું મોત- કુલ મૃત્યુઆંક 56 થયો

ગોપીપુરા મોમનાવાડ ખાતે રહેતા બેતુલ્લા રમઝાન અલીને ગત તા.19મીના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો

સુરત-22-5-2020

સુરત શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધવા સાથે મોતને ભેટનારાઓની સંખ્યા પણ વધી રહી છે. ગઇ રાત્રે ગોપીપુરાના એક આધેડનું કોરોનાની સારવાર દરમ્યાન નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોત થયું હતું.

મળતી વિગતો અનુસાર, સુરત શહેરના ગોપીપુરા મોમનાવાડ ખાતે રહેતા બેતુલ્લા રમઝાન અલીને ગત તા.19મીના રોજ તાવ અને ગળામાં દુઃખાવાની ફરિયાદ સાથે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બેતુલ્લા રમઝાન અલીએ ગઇ રાત્રીના અંતિમ શ્વાસ લીધા હતા અને તેનું કોરોનાની સારવાર દરમ્યાન મોત થયું હતું. બેતુલ્લા રમઝાન અલીના મોત સાથે સુરત શહેરમાં કોરોનાને કારણે મોતને ભેટનારા દર્દીઓની સંખ્યા 56 થઇ ગઇ છે. હાલમાં કોરોનાની સારવાર માટે દાખલ દર્દીઓ પૈકી 34 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

0
 Advanced issue found