Page Views: 11831

૨૮મી મેના રોજ ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહની માર્કશીટનું વિતરણ થશે

માસ્ક-સોશીયલ ડીસ્ટન્સ અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરીને ભીડ ન થાય તેવી કાળજી રાખીને વિતરણ કરવામાં આવશે

ગાંધીનગર-21-05-2020

ગત તારીખ ૧૭મી મેના રોજ ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે સમગ્ર રાજ્યનું પરિણામ ૭૧.૩૪ ટકા નોંધાયું હતું. જોકે બોર્ડ દ્વારા પરિણામને ઓનલાઈન જ બહાર પાડવામાં આવ્યું હતું. જોકે માર્કશીટ વિતરણને લઈને કોઈ ખુલાસો કરવામાં આવ્યો ન હતો. જોકે મળતી માહિતી મુજબ આગામી તારીખ ૨૮મી મેના રોજ ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહની માર્કશીટનું વિતરણ થઇ શકે છે. જેનું વિતરણ જિલ્લા શીક્ષણાધિકારી દ્વારા તાલુકા તેમજ કોર્પોરેશન વિસ્તારમાં ચોક્કસ વ્યવસ્થાને ધ્યાને રાખીને કરવામાં આવશે. જે વિતરણ વ્યવસ્થા સમય માસ્ક સોશીયલ ડીસ્ટન્સ અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરીને ભીડ ન થાય તેવી કાળજી રાખીને કરવામાં આવશે. તેમજ એ પણ જાણવા મળ્યું છે કે માર્કશીટના વિતરણ બાદ સાયન્સ કોલેજમાં ઓનલાઇન કે અન્ય રીતે પ્રવેશ કાર્યવાહી શરુ થઇ શકે છે.