Page Views: 1805

દેશમાં કોરોના કુલ કેસો ૧.૧૪ લાખ : રીકવરી રેટ ૪૦ ટકાને પાર થયો

મૃત્યુઆંક ૩૪૬૫ : ૪૦ ટકા જેટલા કેસો માત્ર મહારાષ્ટ્રમાં

નવીદિલ્હી-21-05-2020

દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ૧ લાખને પાર થઇ ગઈ છે. જે આજે સાંજે સાત વાગ્યા સુધીમાં ૧,૧૪,૨૪૫ નોંધાઈ છે. કેન્દ્ર સરકારની કોરોના સંબંધિત વેબસાઈટ પરના આંકડા મુજબ આજે સાંજે સાત વાગ્યા સુધીમાં કોરોના કેસોમાં ૨૨૧૭ પોઝીટીવ કેસનો વધારો નોંધાયો છે. જયારે કુલ કેસોની સંખ્યા ૧,૧૪,૨૪૫ નોંધાઈ છે. જયારે એક્ટીવ કેસોની સંખ્યા ૬૪,૩૭૨ છે. જયારે મૃત્યુઆંક ૩૪૬૫ છે. તો કોરોનાને માત આપીને સ્વસ્થ થનાર લોકોની સંખ્યા ૪૬,૪૦૨ થઇ ગઈ છે. આજે ૯૮૦ જેટલા લોકો સાજા થયા છે.

જે રીતે કોરોના ના દર્દીઓની સંખ્યા દેશમાં વધી રહી છે. તેની સાથે સાથે દર્દીઓનો સાજા થવાની સંખ્યામાં પણ વધી રહી છે. જેથી સમગ્ર દેશનો કોરોનાના રીકવરી રેટ ૪૦ ટકાને પાર પહોંચી ગયો છે. આજે આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ મંગળવારે રિકવરી રેટ ૩૮.૭૩ હતો. જે ગુરૂવારે વધીને ૪૦.૩૨ ટકા થઇ ગયો છે. કોરોના સંક્રમણ કેસનાં મામલે મહારાષ્ટ્ર, તમિલનાડું, ગુજરાત, દિલ્હી,અને રાજસ્થાન અગ્રણી રાજ્ય છે. જયારે ૪૦ ટકા જેટલા કેસો માત્ર મહારાષ્ટ્રમાં નોંધાઇ ચુક્યા છે.