Page Views: 18932

સાહિત્ય સાંનિધ્ય ગ્રુપ ચિત્ર સ્પર્ધા વિષય ૬૬નું પરિણામ

મારી કુખે ઉછરીને, મારી કાજ તું ધડકે સદા, ને જોઈ ધડકન તુજ, હું શેં ધડક્યા વગર બેસી રહું?

વાપી-નૂતન તુષાર કોઠારી નીલ દ્વારા

વોટસએપ ગ્રુપ સાહિત્ય સાનિધ્ય દ્વારા ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનારા સર્જકો પૈકી જેમની રચનાઓ વિજેતા જાહેર થઇ છે તે અત્રે વાચકોના આસ્વાદ માટે પ્રસીધ્ધ કરવામાં આવી છે.

1.

દેવનો દીધેલ

 

નવ મહિના ગર્ભમાં રહીને અવતરણ થયું,

માના વાત્સલ્યને વધાવવાનું જાગરણ થયું.

 

નાજુક હાથ, નાજુક પગ ને નજાકતથી ભરેલું,

માના પ્યાર ને દુલારને બહેલાવવાનું કારણ થયું.

 

મારા પ્યારની થાપણ તને મારા ચુંબનની સોગાત,

લાગણીઓના સમંદરનું આહવાન થયું.

 

પાંગરેલી પ્રીતને ચેતનાઓની આગોશમાં,

ટેરવે ટેરવે મધુરા સ્પર્શનું સ્પંદન થયું.

 

મારી છાતીએ વળગેલું મારું એ નવજાત શિશુનું,

મારી સંવેદનાઓ સાથે તેનું અવતરણ થયું.

 

તેનાં ઝીણાં ઝીણાં રૂદનમાં રહેલી વેદનાથી,

મારા દિલની ધડકન સાથે તેનું જોડાણ થયું.

 

"સખી" મારા દેવના દીધેલ શિશુને નજરોમાં ભરી,

મારી જિંદગીમાં આવેલું અણમોલ નજરાણું થયું.

:-રેખા પટેલ "સખી",

માંજલપુર,

વડોદરા.

-----------------------------------

1.

 મા હું પુત્રી...

માહું પુત્રી તારા ઉદરમાં આવતાં બસ હરખતી..

તુજ હુંફથી તારા ઉદરમાં આવતાં બસ સરકતી..

તું પોષતી તુજ અંગરસથી.. ને મરકતી પલપલે..

હું ઝૂલતી તારા ઉદરમાં.. ચાહતાં બસ પનપતી..

તારી જ ચાલે ચાલતીને મ્હાલતી હું મોજમાં...

તુજ જતનથી તારા ઉદરમાં  ચાહતાં બસ મલપતી..

તું વ્હાલતી મમતા ધરી પંપાળતી  પેટે મને...

હું દોડતી તારા ઉદરમાં ગાજતાં બસ ધડકતી..

'' હું જીવતી છું મા'' પ્રહારે પગ ભરાવી  જ કથતી...

શ્ર્વાસે શ્વસી તારા ઉદરમાં ગાજતાં બસ તરસતી..

મા તું મને નવ માસ રાખી પેટમાં ક્યાં થાકતી??

હું થાકતી તારા ઉદરમાં સાચતાં કણસતી..

જોવા જગત ચાહું હવે હું કોકિલા  આવતાં..

 ઝંખી રહી તારા ઉદરમાં સાચતાં   પનપતી..

મા હું પુત્રી તારા ઉદરમાં આવતાં બસ હરખતી...

તુજ હુંફથી તારા ઉદરમાં આવતાં બસ સરકતી...

:-કોકિલા રાજગોર

ભીવંડી થાના

-------------------------------------

1.

વાહ રે કુદરત! 

 

માનવ માંથી સર્જે માનવ વાહ રે કુદરત!

નારી જણતી હો નવ સર્જન વાહ રે કુદરત!

 

ગર્ભમાં રાખી નવ-નવ માસ એ પોષતી જેને,

એજ દિકરો કાઢે" મા" ને ઘર-ઉંબર, વાહ રે કુદરત!

 

એક નાળનું બંધન પાછું ને લાતો ખમતી!

તોય ના મનની  વાતો પામે? વાહ રે કુદરત!

 

છો ને સતાવે દિકરા માને ઘડપણમાં પણ!

પળ-પળ ઓવારે ખુદનું જીવન વાહ રે કુદરત!

 

ખૂબ નસીબો વાળાને  "મા"નો હાથ હો માથે!

પ્રભુ પણ તરસે મમતાનો સાથ એ વાહ રે કુદરત!

 

અંજના ગાંધી "મૌનું"

વડોદરા

 

1.માં ની મમતાના ટેકે, માં ના મીઠા એ લેકે,

માં ના પાલવના ઠેકે, કોઇ ન આવે મેહુલિયા.

 

કાયમ ઉર આશિષ આપે, ટેરવુ એક સઘળું દુઃખ કાપે,

આપેલા પ્રેમ પ્રતાપે, જીવતુ આ જગ મેહુલિયા.

 

સંવેદનના સંગાથે, ટાઢક  ફરતી જે માથે, 

હેતાળા એવા હાથે, ફોગટ બીજે મેહુલિયા.

 

મમતાની છે એ મૂરત, સાવ સરળ જેની સૂરત,

છે જીવન કેરી જરૂરત, શોધી ન મળે મેહુલિયા.

 

ચૌદે ભુવનો જો ફરતા, ભગવાન પણ મળે  ભજતા,

છે અઘરી માંની મમતા, મળવી હરિને મેહુલિયા.

:-મેહુલ ત્રિવેદી

ખેરાળી

--------------------------------------

1.

પ્રસુતાની સંવેદના : 

 

જો હોય તુજ આહટ છતાં, થડક્યા વગર બેસી રહું?

મુખડું મલકતું જોઈ હું, મલક્યા વગર બેસી રહું?

 

પગથી મને તું લાત મારી વ્હાલ દેખાડે સતત,

એ માણવા ઈચ્છું સદા, ફરક્યા વગર બેસી રહું. 

 

પોચું, નરમ, નાજુક ને નમણું રૂ જેવું તારું તન,

છે અંશ તું મારો અને, અડક્યા વગર બેસી રહું?

 

મારી કુખે ઉછરીને, મારી કાજ તું ધડકે સદા,

ને જોઈ ધડકન તુજ, હું શેં ધડક્યા વગર બેસી રહું?

 

મીંચું નયન ને શાંત મુખ દર્પણ તું ઈશ સમ ભાસતો,

એકીટસે જોવા તને, ચસક્યા વગર બેસી રહું. 

 

કાવ્યાલ્પ

અલ્પા વસા

 

1.ચિત્ર સ્પર્ધા (66) 

 

નવ મહિના ઉદરમાં, 

           કાંખે વર્ષ બે ચાર. 

અસહ્યં પીડા ભોગવી, 

           ઉચક્યો મારો ભાર. 

દુ:ખ સહ્યી સુખ આપ્યો, 

           મા તું  ગંગાની ધાર. 

માથે હોય છે હાથ તારો, 

           પ્રેમ પ્રગટે ધોધમાર. 

તારા ખોળે માથું મુકું, 

           સુખ સાંપડે અપરંપાર. 

હું શું લખું લખાણ?  

          મા છે! ખરો સંસારનો સાર. 

:-"જામોતર"

************************

2.

 

પ્રસુતાની સંવેદના : 

 

જો હોય તુજ આહટ છતાં, થડક્યા વગર બેસી રહું?

મુખડું મલકતું જોઈ હું, મલક્યા વગર બેસી રહું?

 

પગથી મને તું લાત મારી વ્હાલ દેખાડે સતત,

એ માણવા ઈચ્છું સદા, ફરક્યા વગર બેસી રહું. 

 

પોચું, નરમ, નાજુક ને નમણું રૂ જેવું તારું તન,

છે અંશ તું મારો અને, અડક્યા વગર બેસી રહું?

 

મારી કુખે ઉછરીને, મારી કાજ તું ધડકે સદા,

ને જોઈ ધડકન તુજ, હું શેં ધડક્યા વગર બેસી રહું?

 

મીંચું નયન ને શાંત મુખ દર્પણ તું ઈશ સમ ભાસતો,

એકીટસે જોવા તને, ચસક્યા વગર બેસી રહું. 

:-કાવ્યાલ્પ

અલ્પા વસા

------------------------------------

2.

 "મા"

 

'મા'

મા છે તો હું છું 

મા ના જ ઉદરમાં 

દેહ મળ્યો મને 

મા થકી જ અસ્તિત્વ છે મારું

 

'મા' 

સ્વર્ગનું ફળ છે

પ્યારનું મુળ છે

ચંદ્રથી શીતળ છે

દુનિયાની ચાહત ધુળ છે

 

'મા'

ચંદ્ર છે

પ્રકાશ છે

સુર્ય છે

ઉજાસ છે

'મા'ના ચરણમાં દેવર્ષીનો વાસ છે

 

"મા'

'મા' શબ્દનું કોઈ મુળ નથી.

'મા' નો કોઈ પર્યાય નથી.

જગત શૂન્ય છે જો 'મા' નથી. 

'મા' છે તો નજર કોઈની લાગતી નથી.

:-"હિર છાંય"

------------------------------------

2.

 

              *મા ની પ્રભાવ કથા*

 

       ફૂલોએ કેમ જાણી હશે મા ની પ્રભાવ કથા?

       મેં તો હજી બાગમાં વાત કરી નથી.

 

       દેવો એ કેમ જાણી હશે મા ની પ્રભાવ કથા?

       મેં તો હજી મંદિરમાં વાત કરી નથી.

 

       સિતારાઓએ કેમ જાણી હશે મા ની પ્રભાવ કથા?

       મેં આભે તો હજી વાત પસારી નથી.

 

       સાગરએ કેમ જાણી હશે મા ની પ્રભાવ કથા?

       મેં સાગર-સ્કંધ ઘૂઘવાતા પવનમા વાત કરી નથી.

 

      સૃષ્ટિએ કેમ જાણી હશે મા ની પ્રભાવ કથા?

      'જયેશ' સંસ્કારોની વાત હજી કરી નથી.

:-સંઘાર જયેશ બી. (સરવૈયા) ભોજાય,માંડવી

-------------------------------------

2.

જન્માવે છે ચોક્કસ 

પણ

ખુદના જન્મે

વધામણા ઝંખે છે....

થોડું 

બાળપણ

બાદ

જવાબદારીનુ વહન

આ જીવન...

માતા

પુત્રી

બહેન

પત્ની 

આ ને આવા

અનન્ય રૂપોમાં....

પોતાનું 

બેસ્ટ

આપતી

આ સ્ત્રી....

અંતે

લાકડીના

ટેકે

ડગમગતા 

પગલે

ધ્રૂજતા 

હાથે

હાલરડાની દોરી

ખેંચે

ઉત્સાહથી ....

કદાચ 

સ્ત્રીને

રિટાયરમેન્ટ 

નથી

છેલ્લા શ્વાસ સુધી....

:- નિલેશ બગથરિયા  "નીલ" રાણપર  તા.ભાણવડ 

જિ દેવભૂમિ દ્વારકા

-------------------------------------

2.     *દીકરી*

 

સદીઓની પરંપરાને, ફેરવી નાખો

પરિવર્તનના પવનને ,ના હેરવી નાખો

 

પરંપરાને નામે ,પીંખાતી જે કળીઓ

ફૂલ બનવા દો,ના ખેરવી નાખો

 

દીકરી ઉજ્જવળ ,ધન છે જગનું

દીકરાની લ્હાયમાં ,ના વેરવી નાખો

 

અક્ષર જ્ઞાનથી વંચિત રાખી,દબાવીને ગળું 

તેજસ્વી તારલાને આમ,ના સેરવી નાખો

 

આગ પણ થઈ શકે છે,જે અસ્તિત્વ ઓગાળતી 

 નવીન દુનિયામાં આવવા દો,ના ઠેરવી નાખો

:-દેવીબેન વ્યાસ વસુધા સુરેન્દ્રનગર

-------------------------------------

2.

મા તારી કુખમાં લાગણી ઓના ગર્ભજળમાં અટવાઇને આજસુધી અંધકાર જ પીધોછે, ...

"મા" તારી હુંફ લાગણી પ્રેમ બહુ મળ્યો, 

મા તારા શ્વાસે શ્વાસે શ્વસી તારી નાળે બંધાઇને રુધીર, શક્તિ, બધુ બરાબર નેં મા તારી કુખે પુરતો આરામ કર્યો, ...

તો પછી શામાટે? કરો છો મારુ જાતીય પરીક્ષણ, ....

કારણ કે હું એક કન્યાછુ તમારી ભાવી સલામતી હવે જોખમાય કેમ? ..તે પહેલા જીવન આપ્યુ અને હવે મને ગુંગળાવી રુંધી નાખોછો મને અને મારા શ્વાસને, ....

મા મને બહાર આવવા દયો હું જાતે શ્વસીશ મારા શ્વાસ,

મારી નાનકડી આંખો એ આ વિરાટ જગત નીહાળીશ, 

મા આમ મારી ભૃણ હત્યાના કરો, ...મા. ..ઓ ..મા તમે સાંભળો મારો સાદ, અજન્મી દીકરી ની વેદના, ....

:-મીરા ડી વ્યાસ 

રાજકોટ

***********************

3.

નાની છે નમણી છે 

રબર ની એ  પૂતળી છે.

હસતું મુખડું ને ગોરી છે.

એ તો મારી ઢીંગલી છે.

 

ઘર આખા માં રમતી છે.

ઉછળતી  ને કૂદતી છે .

લાગતી સુંદર જાણે પરી છે.

 ઍ તો મારી ઢીંગલી છે.

 

પિતાની એ તો લાડકી છે.

સૌના દિલ ની રાજકુંવરી છે.

મુજને ઍ તો મારી સખી છે.

ઍ તો મારી ઢીંગલી છે.

 

કરું અરજ ઇશ્વર ને સદા 

જીવતર એનુ પીંખાય ના 

ફુલ નથી હજી નાજુકશી 

એ તો ગર્ભમાં મારી કળી છે.

એ તો મારી ઢીંગલી છે...

 

( મા આવનાર બાળકીને  પોતાની ઢીંગલી  રુપે અનુભવે છે... )

:-અલ્પા શાહ.

 નીરુષા. 

મુંબઈ.

 16/5/2020

-------------------------------------

3.  *સ્પર્શ અંધકાર મીઠાશ*

 

થનગને જીવ અજીજી કરે મુકત થવા,

ગર્ભનો અંધકાર, હવે દોહ્યલો લાગે.

 

નાયડા ની ચીકાશે વીંટળાયેલ જે સંવેદના,

સ્પર્શ સુખ પામવા અવસર ઢુંકડો લાગે.

 

નવ નવ મહીનાં બંધાયેલ રહ્યો જે જીવ,

દુન્યવી બાળોતિયા બંધને શોભી રહ્યો  જીવ.

 

માનવ મન પુત્ર પુત્રીની લાલશામાં હરખાય,

કેવા હશે માં બાપ ગર્ભમાં જીવ ભરમાય.

 

અવતર્યો જીવ પ્રથમ રુદન કાને પડ્યું,

હરખાયો જીવ પ્રથમ સ્પર્શમાં મળી મીઠાશ.

:-યોગેશ વ્યાસ(વલસાડ)

૧૫.૦૫.૨૦૨૦

-------------------------------------

3.   કવિતા એટલે...

 

માતાના 

ઉદરના

નવજાત

શિશુની જેમ

હૃદયની 

ર્ઊર્મિઓમાં

વિચારોનો

જન્મ થાય તે

એટલે કવિતા...

:-jn

-------------------------------------

જે. એન. પટેલ ( જગત )

 

3.સંસાર ચક્ર

વાત     બેટીને     બચાવોની    કરાય  છે,

ગર્ભ પરિક્ષણ ખેલ  રોજે  રોજ  થાય છે.

મા;  ઉજાળી  કૂખ  નિજની  મન  મનાવે,

દીકરો   કુળ   દીવડો અને  એ  પરાય છે.

દીકરાની      લાલસામાં       મારતાં   એ,

દિલ જનમ  દાતાના  તો ક્યાં  દુભાય છે !!

ના  એ   ભારો   સાપનો   છે   દીકરી તો,

આંગણે તવ;  છોડ  તુલસીનો સદાય છે.

જન્મ દાત્રી     ગર્ભમાં    મરતી    રહે છે,

ને સંસારનું  ચક્ર   આજે   જોખમાય છે.

બસ  કરો; ના ઈશની  સંગતતા ને તોડો,

દીકરો  અને  દીકરી  સમકક્ષ ગણાય છે.

:-હરસુખ ભાઈ સુખાનંદી સીતારામ

-------------------------------------

3.ચિત્ર સ્પર્ધા ૬૬

 

ભ્રૂણહત્યા

 

ભ્રૂણહત્યા પહેલાં કોખમાં રહેલ બાળકીના માતા માટેના મનોભાવ. 

 

નારી તું નારાયણી કહેવાણી, 

શક્તિસ્વરૂપા તરીકે પૂજાણી.

ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ કહેવાણી, 

વાસ્તવિકતા તો વરવી દેખાણી.

કોખમાં બાળકી છે એ વાત જાણી,

ભ્રૂણહત્યા માટે તું ના લજવાણી. 

આંતરડી કેમ દર્દથી ના પીડાણી 

મારી લાગણીથી તું ના ભીંજાણી.  સુરક્ષાકવચમાં ક્યાં જિંદગી માણી,

કોખમાં હું એ પહેલાં જ ભુંજાણી.

મા, હશે તારી મજબૂરી પણ ઘણી,

તારાથી ના સહેવાણી ના કહેવાણી  દુનિયા તને આટલી ક્રૂર દેખાણી?

જોયા પહેલાં મને વિદાય દેવાણી.

બસ, એક જ સવાલમાં હું મુંઝાણી

જો ભ્રૂણહત્યા થતી જ રહેવાની,

જન્મ આપવા કોખ ક્યાંથી મળવાની?

:-ચેતના ગણાત્રા 'ચેતુ'

મુંબઈ.

************************વિશેષ રચના:-

       ભૃણહત્યા.

 

 સ્ત્રી જ થઈ કરાવે ભૃણહત્યા ને....

નિદૅય પણે થતી હત્યા.

ના દોષ પ્રભુનો પણ,

લિંગ ભેદને કારણે..

જીવ જોખમમાં ને,થાય મૃત્યુ.

 

પુરુષ પ્રધાન સમાજમાં

સ્ત્રી થકી જન્મયાં ને,

કરતા જ સ્ત્રીની હત્યા.

કરવા પીંડદાનને,

વંશ વારસા માટે માગે દિકરો !

માટે કરતા ક્રુર હત્યાં .

ગભૅમાં જ ફેરવી મશીનને કરી દેતા ,

મારા જીણા જીણા ટૂકડા.

 

કામ ,ક્રોધ,મોહની વાત.

દીકરી લાગે આથિૅક બોજ.

ધમૅ ,દયા,લાગણી,પ્રેમ

માનવતાનાં નામે શૂન્ય

પહેલાયે દૂધ પીતી કરતા ,

ને અત્યારેય છડે ચોક.

 

વૈદિક ધમૅનાં લક્ષણો ઈશ્વર , યજ્ઞો, કમૅફળ,

સ્વગૅ-નકૅ, પુન: જન્મ

અવતાર ,સામ્રાજ્યવાદ,

પુરુષ પ્રધાન,એક પતિ વ્રતા ..ખાલી બોલવું.

 

સ્ત્રીઓની સહનશીલતાની

દાદ દેવી પડે.

દિકરા માટે વહું કયાંથી લાવશો .

મારી ચરકડી આવશે તો..

એયે કરશે પીંડદાન..

ભણશે ને કમાશે..

 

ને ધ્યાન રાખશે મોટી ઉંમરે અમારુ ..

દિકરા કરતા વધુ લાગણીશીલ.

દિકરેા પરણીને વહું ઘેલો થવાનો.

ને મુકશે વૃધ્ધાશ્રમમાં..

માટે જ જન્મવા દો મને..

ના કરશો ભૃણહત્યા મારી...

:-રાગીની શુકલ"રાગુ"

    (મુંબઈ ,કાંદિવલી.)

***********************

નિર્ણાયકની રચના :-

માસ નવ પોષે ને પોઢે, મા ઉદરના ભારમાં, 

તે છતાં કાં અશ્રુઓ માના વહે આભારમાં?

 

ક્યાંક તો ભેગા થઈશું આ ફરી સંસારમાં,

કેટલી વાતો અધૂરી છે સ્નેહના આ સારમાં. 

 

ભેદ ક્યાંથી હોય રાવણના પછી સંહારમાં?

રામમાં શ્રદ્ધા છે જેને,બાણના ટંકારમાં.

 

શું સકળ એ સાધના ઈશ તણા આકારમાં?

હોય છે  તેઓ નિરાકારી ભલે સાકારમાં.

 

'નીત' મા નવ ઝીલતી લાગણીઓ લલકારમાં, 

વેદનાઓને હવે પડકારતી મઝધારમાં. 

:-નીત ભટ્ટ

હિંમતનગર