Page Views: 17174

અયોધ્યા રામજન્મ ભૂમિ પરિસરમાં ખોદકામ દરમ્યાન પૂરાતન મૂર્તિઓ મળી

અનેક એવા અવશેષો હાથ લાગ્યા જેનાથી વધુ એક વખત સાબિત થાય છે કે, આ સ્થળ પર ભગવાન શ્રી રામનું મંદિર જ હતું

અયોધ્યાઃ-21-5-2020

સુપ્રિમ કોર્ટ દ્વારા અયોધ્યા ખાતે વિવાદિત સ્થળ પર રામ મંદિર બાંધવા માટે આદેશ આપ્યો છે. આ સ્થળ પર ભવ્ય મંદિર નિર્માણ માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે આ સ્થળ પર જમીન સમથળ કરવાની અને ખોદકામની કાર્યવાહી ચાલી રહી છે અને તે દરમ્યાન જ આ સ્થળ પરથી કેટલાંય પુરાતાત્વિક અવશેષ મળ્યા છે. આ અવશેષોમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ, કેટલીય બીજી કલાકૃતિઓના પથ્થર, 7 બ્લેક ટચ સ્ટોનના સ્તંભ અને 6 રેડ સ્ટોનના સ્તંભ અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ચાલી રહેલા સમતલીકરણ દરમ્યાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને કેટલીય પુરાતાત્વિક મૂર્તિઓ, થાંભલા અને શિવલિંગ મળ્યા છે. 4 ફૂટથી મોટું એક શિવલિંગ એ જગ્યાએથી મળ્યું છે જ્યાં કાટમાળને હટાવા અને સમતલીકરણનું કામ ચાલી રહ્યું હતું. મૂર્તિઓ મળવા પર હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ જૈન એ કહ્યું કે આ તમામ આરોપોનો જવાબ છે. બધા આ અવશેષો મળતા સ્તબ્ધ થઇ ગયા છે.  અને 5 ફૂટ આકારની નક્કાશીયુક્ત શિવલિંગની આકૃતિ મળી છે. હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે સુપ્રીમ કોર્ટને અમે કહ્યું હતું કે ત્યાં (રામ જન્મભૂમિ) પરિસરમાં કેટલાંય મંદિરોના અવશેષ છે. એક શિવલિંગ એએસઆઇને પહેલાં પણ મળ્યું હતું, જ્યારે પહેલાં ખોદકામનો આદેશ આપ્યો હતો. ત્યાં ભવ્ય મંદિર હતું, આથી સુપ્રીમ કોર્ટે અમને એ જ જગ્યા આપી છે. એએસઆઇના રિપોર્ટમાં કહ્યું હતું કે ત્યાં ઘણા બધા મંદિરના અવશેષ છે. બાબરી મસ્જિદની નીચે રામ મંદિરનું ખૂબ મોટું સ્ટ્રકચર હતું. આજે મળેલા પુરાતાત્વિક પુરાવા જણાવે છે કે આપણે સુપ્રીમ કોર્ટની સામે જે તર્ક મૂકયો હતો તે કેટલો મજબૂત હતો.