Page Views: 56769

મહીધરપુરા હીરા બજારમાં પોઝીટીવ કેસ મળતા ઓફીસો બંધ કરાવાઇ

ઓપન ટુ સ્કાય બજાર ભરવાની પરવાનગી નથી ત્યારે જદાખાડી શિવહરી બિલ્ડીંગમાં પોઝીટીવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં

સુરત-21-5-2020

શહેરમાં મહીધરપુરા મોટી હીરા બજાર અને વરાછા મીની હીરા બજારમાં ખુલ્લામાં હીરાનો કારોબાર કરવાની પરવાનગી નથી પરંતુ ઓફીસ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આજે મહીધરપુરા હીરા બજારમાં ઓફીસો ખુલી હતી પરંતુ જદાખાડી ખાતે આવેલા શિવહરી નામના એક બિલ્ડીંગમાં કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવતા આ વિસ્તારની તમામ હીરાની ઓફીસો બંધ કરાવી દેવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી હીરા બજાર સંપુર્ણ બંધ હોવાથી સંખ્યાબંધ વેપારીઓ અને હીરા દલાલો પરેશાન છે ત્યારે ગત રોજ ઓફીસો ખોલવાની પરમીશન મળ્યા બાદ વેપારીઓએ પોતાની ઓફીસોની સાફસફાઇ કરીને સેનેટાઇઝેશન કરાવ્યું હતું. આજે સવારે ઓફીસો શરૂ થયા બાદ કોરોનાનો કેસ પોઝીટીવ આવ્યાનું જાહેર થયું હતું. જથી તાત્કાલિક હીરા બજારની હીરાની તમામ ઓફીસો બંધ કરાવી દેવામાં આવી હતી.