Page Views: 60949

સારોલી સહિત આ 12 ટેક્સટાઇલ માર્કેટો ચાલુ કરાશે

ફોસ્ટાના અગ્રણીઓ અને પાલિકા કમિશનર વચ્ચેની બેઠકમાં લેવાયો નિર્ણય

સુરત-20-5-2020

રાજ્યમાં લોક ડાઉન 4માં આપવામાં આવેલી છૂટછાટનો લાભ હવે શહેરની કેટલીક ટેક્સટાઇલ માર્કેટોને પણ મળશે. ગત રોજ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, રીંગરોડની ટેક્સટાઇળ માર્કેટો ખુલશે નહીં. પરંતુ આજે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા)ના પ્રમુખ મનોજ અગ્રવાલ અને સેક્રેટરી ચંપાલાલ બોથરા સહિતના અગ્રણીઓ પાલિકા કમિશનર બંછાનીધી પાનીને મળ્યા હતા. તેમજ ગ્રીન ઝોનમાં આવતી હોય એવી ટેક્સટાઇલ માર્કેટો ચાલુ કરવા દેવામાં આવે એવી માંગણી કરી હતી. તમામ સ્તરે તપાસ કરાયા બાદ પાલિકા કમિશનર દ્વારા આ માર્કેટોમાં પુરતી સાફ સફાઇ અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ખુલ્લી રાખવાની પરવાનગી આપી હોવાનું ફોસ્ટાની યાદીમાં જણાવાયુ છે. સારોલી વિસ્તારની તમામ માર્કેટો ખુલ્લી રહેશે.

આ માર્કેટો ખુલશે

ડીએમડી લોજીસ્ટીક પાર્ક

ન્યૂ બોમ્બે માર્કેટ

લેન્ડમાર્ક અમ્પાયર

ન્ય સરદાર ટેક્સટાઇલ માર્કેટ

ઓર્ચિડ ટાવર

રાધેક્રિષ્ના લોજીસ્ટીક પાર્ક

રાધા રમણ ટેક્સટાઇલ માર્કેટ

શ્યામ સંગીની માર્કેટ

રઘુવીર બિઝનેસ અમ્પાયર

શ્રી કુબેરજી હાઉસ

ટ્વીન ટાવર માર્કેટ