Page Views: 7359

સચિન હેલ્પ સેન્ટર ખાતેથી માસ્ક, સેનેટાઇઝર અને ટેમ્પરેચર ગન પણ મળશે

અત્યાર સુધીમાં ઉદ્યોગકારોના સહકારથી કારીગરોને 22 હજાર 500 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યુ

સુરત-20-5-2020

કોરોના અંગેનું લોકડાઉન શરૂ થયું ત્યારથી જ સચિન જીઆઇડીસી ખાતે ઉદ્યોગકારોના સાથ સહકારથી કારીગરોને અનાજ કરિયાણાની રાહત કીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે અને હેલ્પ સેન્ટરનો પણ પ્રારંભ કરાયો છે. રાજ્યમાં હવે લોકડાઉનના નિયમો થોડા હળવા કરવામાં આવ્યા છે અને વેપાર ઉદ્યોગ પુર્વવત શરૂ થવા જઇ રહ્યા છે ત્યારે ઉદ્યોગકારોને માસ્ક, સેનેટાઇઝર અને ટેમ્પરેચર ગન, સેનેટાઇઝર પમ્પ વિગેરે સાધન સામગ્રી નહીં નફો નહીં નુકસાનના ધોરણે સપ્લાય કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું વીવર્સ અગ્રણી અને સચિન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ સોસાયટીના માજી સેક્રેટરી મયુરભાઇ ગોળવાળા તેમજ નીલેશભાઇ ગામીએ જણાવ્યું છે. વધુમાં અત્યાર સુધીમાં વીવર્સ અગ્રણી બિપીનભાઇ રામાણી, જગદીશભાઇ રામાણી સહિતના જીઆઇડીસીના ઉદ્યોગકારોના સાથ સહકારથી 22 હજાર 200 જેટલી અનાજ કરિયાણાની રાશન કીટનું વિતરણ કારીગરોને કરવામાં આવ્યુ છે. તેમજ આ સેવા યજ્ઞમાં સહકાર આપનારા તમામનો આભાર માનવામાં આવ્યો છે.