Page Views: 5087

આગામી ૨૫મી મેથી દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ

નાગરિક ઉડ્ડયન મંત્રી ટ્વીટ કરીને કરી જાહેરાત : મુસાફરોએ નિયમોનું પાલન કરવું પડશે

નવીદિલ્હી-20-05-2020

લોકડાઉન લાગ્યું ત્યાંરથી એટલેકે છલ્લા ૫૫ દિવસથી દેશભરમાં ફ્લાઈટ સેવા બંધ છે. જે હવે આગામી તારીખ ૨૫મી મેથી શરુ થવા જઈ રહી છે. જેની જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ ટ્વીટ કરીને આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે દેશમાં આગામી તારીખ ૨૫મી મેના રોજ ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. તેમજ ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે સાથે જ તમામ વિમાની કંપનીઓને ૨૫મી મેથી ઓપરેશન શરૂ કરવા માટે તૈયાર રહેવાનું છે. તેમજ યાત્રીઓએ ક્યા નિયમોનું પાલન કરવાનું રહશે તેની પણ અલગથી જાણકારી આપવામાં આવશે. આગામી સોમવારથી શરૂ થઈ રહેલી વિમાની સેવા માટે ટિકિટનું બુકિંગ બહુ ઝડપથી શરૂ થશે. જોકે, હાલ તેની કોઈ તારીખ જાહેર કરવામાં નથી આવી.