Page Views: 4335

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બીએસએફની એક ટુકડી પર આતંકીઓએ હુમલો : બે જવાનો શહીદ

બીએસએફની ટુકડી પેટ્રોલિંગમાં હતી દરમિયાન કરાયો હુમલો : જવાનોના હથીયારો પણ ગુમ

નવીદિલ્હી-20-05-2020

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે બીએસએફની એક ટુકડી પર આતંકીઓએ હુમલો કર્યો હતો. મેં મહિનામાં સેનાની ટુકડી પર આતંકીઓ દ્વારા લગભગ ચોથી વખત હુમલો કરવામાં આવ્યો છે. આજના હુમલામાં બે જવાનો શહીદ થયા છે.

મળતી માહિતી મુજબ, આજે શ્રીનગરના પાંડક વિસ્તારમાં બીએસએફની ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન ટુકડી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જે હુમલામાં બે જવાન શહીદ થયા છે. તેમજ જવાનોના હથિયારો પણ ગુમ છે. આ અગાઉ શનિવારે સાંજે જમ્મુ કાશ્મીરના કુલગામ જીલ્લામાં યારીપોરા પાસે પણ સુરક્ષા દળો અને પોલીસની ચેકપોસ્ટ પર આતંકવાદીઓએ હુમલા કર્યા હતા. આ અગાઉ હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ અમીન શહીદ થયા હતા. તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું અવસાન થયું હતું, તેઓ પુલવામામાં રહેતા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ એક્ટીવ થયા હોય તેવું લાગી રહ્યું છે. કારણકે મેં મહિનામાં ચોથી વખત હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ગત ૧૩ દિવસોમાં સેના દ્વારા ત્રણ મોટા એનકાઉન્ટર પણ કરવામાં આવ્યા છે.