Page Views: 2598

કોરોનાની સાથે રાજ્યમાં કાળઝાળ ગરમી : ગાંધીનગરમાં ૪૨.૮ ડીગ્રી તાપમાન નોંધાયું

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી

અમદાવાદ-20-05-2020

હાલ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનનો ચોથા તબક્કો ચાલી રહ્યો છે. અને જેમાં રાજ્ય સરકારે અનેક છૂટછાટો આપી દીધી છે. જોકે કોરોનાની સાથે સાથે લોકો ઉનાળાની કાળઝાળ ગરમીનો પણ સામનો કરી રહ્યા છે. જયારે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૨ ડીગ્રી સુધી પહોચી ગયો છે. તે સાથે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો ૪૫ ડીગ્રી સુધી પહોચી શકે છે.

રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન પાટનગર ગાંધીનગરમાં નોંધાયું હતું. અહીં પારો ૪૨.૮ રહ્યો હતો. રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચો ગયો હતો. જેમાં અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીથી ઉપર જોવા મળ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૨.૭, ભુજમાં ૪૨, અમદાવાદ ૪૨.૩, ડીસા ૪૨.૨ અને અમરેલી ૪૨.૨ ડિગ્રી નોંધાયું છે. આ  કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા, રાજકોટ અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.