Page Views: 4185

લોકપ્રિય ફિલ્મોના સર્જક સુબોધ મુખર્જી

દેવ આનંદ અને શમ્મી કપૂરને સુપર સ્ટાર બનાવવામાં સુબોધ મુખર્જીનો મોટો ફાળો હતો

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

લોકપ્રિય ફિલ્મોના નિર્માતા નિર્દેશક સુબોધ મુખર્જીને ગુજરી ગયે ૧૪વર્ષ થયાં. ૨૧ મે, ૨૦૦૫ના રોજ ૮૪ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. તેઓ તેમની જાણીતી ફિલ્મો મુનીમજી’, ‘પેઈંગ ગેસ્ટ’, ‘લવ મેરેજ’, ‘જંગલી’, ‘એપ્રિલ ફૂલ’, ‘સાઝ ઔર આવાઝ’, ‘શાગીર્દ’, ‘અભિનેત્રીકે શર્મીલીદ્વારા યાદ કરાશે. આ સાથેનું ચિત્ર ફિલ્મ જંગલીનું છે.

બંગાળના ફિલ્મ નિર્માતા મુખર્જી પરિવારના તેઓ સભ્ય. તેમના ભાઈ શશીધર મુખર્જી પણ ખુબ મોટા નિર્માતા નિર્દેશક હતા. અભિનેતા જોય મુખર્જી તેમના ભત્રીજા થાય. સુબોધ મુખર્જી ફિલ્મોને દર્શકના મનોરંજનના માધ્યમ રૂપે જોતા હતા. એક સારી વાર્તાને વધુ સારી અને મનોરંજક રીતે રજૂ કરવામાં તેઓ માહિર હતા. જાણીતા અભિનેતાઓને લઇને મઝાના ગીત-સંગીતથી ફિલ્મને તેઓ સજાવતા અને તેમની આ શૈલી તેમની ફિલ્મોને સફળ બનાવતી.

૧૪ એપ્રિલ, ૧૯૨૧ના રોજ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં તેમનો જન્મ થયો હતો. ૩૪ વર્ષની વયથી તેમણે ફિલ્મ નિર્માણ-નિર્દેશન શરૂ કર્યું હતું, જે ત્રીસેક વર્ષ સુધી તેઓ કરતાં રહ્યાં. તેમની કરિયરના પહેલાં બે દાયકા સુધી તો તેઓ ખુબ સફળ પણ રહ્યાં હતા. એંશીના દાયકામાં તીસરી આંખઅને ઉલટા સીધા’ (૧૯૮૫) જેવી ફિલ્મો બનાવીને તેમણે ફિલ્મો બનાવવાનું બંધ કર્યું હતું.

પચાસ અને સાંઠના હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગ દરમિયાન તેઓ વધુ પ્રવૃત્ત હતા. ‘મુનીમજી’, ‘પેઈંગ ગેસ્ટઅને લવ મેરેજજેવી પોતાની શરૂઆતની ફિલ્મોમાં તેમણે દેવ આનંદને અને જંગલીથી શમ્મી કપૂરને સ્ટાર બનવામાં મદદ કરી હતી. તેમની સફળતામાં સંગીતકાર શંકર જયકિશન અને સચિનદેવ બર્મનનો મોટો ફાળો હતો.

પોતાના ભાઈના ફિલ્માલયના બેનર હેઠળ સુબોધ મુખર્જીએ મુનીમજીજેવી ફિલ્મથી નિર્દેશનની શરૂઆત કરી હતી.તરત જ તેમણે દેવ આનંદ અને નૂતનની જોડી બનાવીને પેઈંગ ગેસ્ટબનાવી, એ ફિલ્મ પણ હીટ મ્યુઝિકને લીધે ખુબ સફળ થઇ. દેવ આનંદ સાથે માલા સિંહાની જોડી બનાવીને તેમણે લવ મેરેજબનાવી. તેના હીટ ગીતને કારણે એ ફિલ્મ પણ સફળ થઇ. પણ ૧૯૬૦ની ફિલ્મ જંગલીથી સુબોધ મુખર્જી રાતોરાત સ્ટાર બની ગયા હતા. શંકર જયકિશનના સંગીતને કારણે ફિલ્મને જબ્બર સફળતા મળી હતી. શમ્મી કપૂરને અહીંથી તેમની યાહૂ ઈમેજ મળી હતી અને સાયરા બાનુ નામની ખુબસુરત અભિનેત્રીએ તેમની અભિનય યાત્રાની શરૂઆત કરી હતી. જે આગામી સમયમાં શાગીર્દઅને સાઝ ઔર આવાઝસુધી સફળતાપૂર્વક જારી રહી હતી. પણ ૧૯૭૧ની શશી કપૂર હેમા માલિની અભિનીત અભિનેત્રીને સારું સંગીત હોવા છતાં સફળતા મળી નહોતી. એ નિષ્ફળતાથી સુબોધ મુખર્જી ભાંગી પડ્યા હતા, જે ફરી ઊભા થઇ શક્યા નહીં. જે ત્યાર બાદની બે ફિલ્મો તીસરી આંખઅને ઉલટા સીધાની નિષ્ફળતા સુધી લંબાઈ. હવે તેમણે ફિલ્મો બનાવવાનું છોડી દીધું.

૨૧ મે, ૨૦૦૫માં મુંબઈમાં ૮૪ વર્ષની વયે સુબોધ મુખર્જીનું બ્લડ કેન્સરને કારણે નિધન થયું હતું.

સુબોધ મુખર્જીના યાદગાર ગીતો: જીવન કે સફર મે રાહી (મુનીમજી), છોડ દો આંચલ, ચાંદ ફિર નિકલા, માના જનાબને પુકારા નહીં, ઓ નિગાહે મસ્તાના (પેઈંગ ગેસ્ટ), ધીરે ધીરે ચલ ચાંદ ગગન મે, ટીનકનસ્તર પિટ પિટ કે, કહે ઝૂમ ઝૂમ રાત યે સુહાની (લવ મેરેજ), એહસાન તેરા હોગા મુજ પર, દિન સારા ગુઝારા તોરે અંગના, અઈ અઈ યા સુકુ સુકુ, નૈન તુમ્હારે મજેદાર, ચાહે કોઈ મુઝે જંગલી કહે (જંગલી), તુઝે પ્યાર કરતે હૈ, આ ગલે લગ જા, મેરી મોહબ્બત પાક મોહબ્બત, ઉનકી પહલી નઝર ક્યા અસર કર ગઈ, એપ્રિલ ફૂલ બનાયા (એપ્રિલ ફૂલ), સાઝ હો તુમ આવાઝ હું મૈ, દિલ કી મહફિલ સજી હૈ (સાઝ ઔર આવાઝ), બડે મિયાં દીવાને ઐસે ના બનો, દિલવિલ પ્યારવ્યાર મૈ ક્યા જાનું રે, કાન્હા આન પડી મૈ તેરે દ્વારા, વો હૈ જરા ખફા ખફા, રુક જા અય હવા, દુનિયા પાગલ હૈ (શાગીર્દ), મેઘા છાયે આધી રાત, રેશમી ઉજાલા હૈ, આજ મદહોશ હુઆ જાયે રે, કૈસે કહે હમ, ખિલતે હૈ ગુલ યહાં, ઓ મેરી શર્મીલી (શર્મીલી), સા રે ગા મા પા, ઓ ઘટા સાંવરી, સજના ઓ સજના (અભિનેત્રી).