Page Views: 7122

લોકડાઉન વચ્ચે બેરોજગારી વધવાની ભીતિ : અર્થવ્યવસ્થામાં તીવ્રતા આપવા સરકારે લોકોની મદદ કરવી પડશે

લોકડાઉનનાં માત્ર બે જ સપ્તાહમાં આશરે પાંચ કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી

નવી દિલ્હી-07-04-2020

સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર છે. લગભગ અડધાથી વધારે વિશ્વના દેશોમાં લોકડાઉન છે. જેને કારણે સમગ્ર વિશ્વને આર્થિક નુકશાન થઇ રહ્યું છે. અને સ્થાનિક ક્ષેત્રે લોકોની નોકરીઓને પણ અસર પડી રહી છે. અને બેરોજગારીમાં પણ વધારો થઇ રહ્યો છે. ભારતને જ લોકડાઉનને કારણે ૯ લાખ કરોડનું નુકશાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેને કારણે લોકોની રોજગારી ખતરામાં આવી ગઈ છે. અને લોકો બેરોજગાર બની રહ્યા છે. હાલ શહેરોમાં બેરોજગારી દર ૩૦.૯ ટકા પહોંચી ગયો છે. દેશમાં બેરોજગારી દર ૨૩.૪૪ ટકા પહોંચી ગયો છે.

સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમીનાં વીકલી ટ્રેકર સર્વેમાં ૫ એપ્રિલનાં રોજ પુરા થતા સપ્તાહ પછી ૬ એપ્રિલનાં નવા આંકડા જારી કરવામાં આવ્યાં છે. જે મુજબ માર્ચનાં મધ્યમાં આંકડા ૬.૪ ટકા હતો જે વધીને હવે ૨૩ ટકા થયો છે. જયારે દેશના પૂર્વ ચીફ સ્ટેટેસટીસિયન પ્રણવ સેને કહ્યું હતું કે, લોકડાઉનનાં માત્ર બે જ સપ્તાહમાં આશરે પાંચ કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. કેટલાક લોકોને હાલમાં જ ઘરભેગા કરી દેવામાં આવ્યાં છે. આવી પરિસ્થિતિમાં આંકડા મળવા મુશ્કેલ છે. બેરોજરાગીનો દાયરો વધારે વધી શકે છે. જે થોડા દિવસ પછી સામે આવશે.

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનાં અર્થશાસ્ત્રનાં એસોશિએટ પ્રોફેસર હિમાંશુએ કહ્યું કે, આ બેરોજગારીનાં આંકડા મોટેભાગે આશા પ્રમાણે છે. લોકડાઉન હટાવ્યાં પછી પણ દેશમાં બેરોજગારી વધારે રહેશે. આશરે એક તૃતિયાંશ કામ કરતા લોકોમાં મજૂરો છે. જેઓ રોજ કમાઇને રોજ ખાય છે. સરકારે લોકડાઉન પછી અર્થવ્યવસ્થામાં તીવ્રતા લાવવા માટે આ લોકોની મદદ કરવી પડશે.