Page Views: 8354

સુરતના સ્લમ વિસ્તારોમાં ફિવર ક્લિનિક શરૂ કરવા નિર્ણયઃ- પાલિકા કમિશનર

સોશિયલ ડિસ્ટસ્ટીંગનો ભંગ કરનારા શહેરના 247 લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો

સુરત-6-4-2020
સુરત શહેરમાં કોરોનાના નવા ત્રણ દર્દીઓનો ઉમેરો થતા આજે શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 19 ઉપર પહોંચી છે ત્યારે સુરત મહાનગર પાલિકા કમિશનર બંછા નીધી પાનીએ શહેરીજનોને સંદેશો આપતા જણાવ્યું છે કે, શહેરમાં કુલ 213 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી 191 લોકોનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. સુરત શહેરમાં ગત રોજ 14 કોરોનાના દર્દીઓ હતા અને આજે લોકલ ટ્રાન્સમીશનથી વધુ ત્રણ દર્દીઓનો ઉમેરો થતા શહેરમાં કોરોનાના 17 દર્દીઓ થયા છે જ્યારે જિલ્લામાં બે દર્દી નોંધાતા સુરત શહેર જિલ્લામાં કોરોનાના દર્દીઓનો આંક 19 ઉપર પોહોંચ્યો છે. હાલમાં 1292 લોકો હોમ ક્વોરોન્ટાઇનમાં છે 111 વ્યક્તિ સરકારી ક્વોરોન્ટાઇનમાં છે અને સાત વ્યક્તિ વિકએન્ડ ક્વોરોન્ટાઇનમાં છે. શહેરમાં આવેલા અલગ અલગ સ્લમ વિસ્તારોમાં તાકિદના ધોરણે ફિવર ક્લિનિક શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ વિસ્તારના લોકોના આરોગ્યની ચકાસણી માટેની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. 

-()- સોશિયલ ડિસ્ટસ્ટીંગનો ભંગ કરનારા 247 લોકોને દંડ 
સુરત શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને આજે નવા ત્રણ દર્દીઓ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને લોકલ ટ્રાન્સમિશનને કારણે નોંધાયેલા આ કેસોને કારણે મહાનગર પાલિકા દ્વારા જે લોકો સોશિયલ ડિસ્ટસ્ટીંગનો ભંગ કરી રહ્યા છે તેમને દંડ કરવાની શરૂઆત કરવામાં આવી છે આજે શહેરમાં કુલ 247 વ્યક્તિને સોશિયલ ડિસ્ટસ્ટીંગનો ભંગ કરનારા લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. પ્રત્યેક વ્યક્તિ પાસેથી રૂપિયા 100 પ્રમાણે કુલ રૂપિયા 24,700 દંડ પેટે વસુલવામાં આવ્યા હતા.