Page Views: 22615

સુરતમાં કોરોનાના વધુ બે પોઝીટીવ કેસ સામે આવ્યા

ઝાંપા બજારના દયાકોરબેન ચપડિયા અને ગોરાટની યાસ્મીન અબ્દુલ વહાબને લોકલ ટ્રાંન્સમીશનથી ઇન્ફેકશન લાગ્યાની વાત

સુરત-6-4-2020 
સવારે સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં રહેતા એક આધેડનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ બપોર પછી શહેરમાં વધુ બે મહિલાઓને કોરોના ઇન્ફેકશન હોવાનું સામે આવ્યુ છે. જેના પગલે સુરત શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 19 થઇ છે. 
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સુરત શહેરના ઝાંપા બજાર ખાતે રહેતા દયાકોરબેન ચપડિયાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દયાકોરબેન ચપડિયા અગાઉ ઝાંપા બજારમાં જ રહેતા કોરોનાના દર્દી રમેશભાઇ રાણાના સાસુ છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી જેના કારણે લોકલ ટ્રાન્સમીશનથી તેમને ઇન્ફેકશન લાગ્યુ હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ગોરાટ ન્યૂ રાંદેર રોડ ખાતે આવેલા બાગે રહેમત અલ્વી રો હાઉસ સામે રહેતી 45 વર્ષીય મહિલા યાસ્મીન અબ્દુલ વહાબ નામની મહિલાને પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આ મહિલાને સારવાર માટે મીશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 
બપોર બાદ વધુ બે દર્દીઓને કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા સુરત શહેર અને જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 19 ઉપર પહોંચી ગઇ છે. આ બન્ને દર્દીઓને લોકલ ટ્રાન્સમીશનથી ઇન્ફેકશન લાગ્યુ હોવાનું તંત્રનું માનવુ છે અને તેના કારણે સુરત શહેરમાં સ્થિતિ હવે ચિંતા જનક બની રહી હોવાનું આરોગ્ય વિભાગનું કહેવુ છે.